જગદલપુર: બસ્તરમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મેળો જોવા ગયેલી યુવતી પર 7 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. જે મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી પર સામૂહિક દુષ્કર્મ: બસ્તરના અધિક પોલીસ અધિક્ષક નિવેદિતા પાલે જણાવ્યું કે શનિવારની રાત્રે છોકરી દરભા પોલીસ સ્ટેશન વિસ્તારના માવલી પાદર ગામમાં મેળો જોવા ગઈ હતી. આ દરમિયાન તે તેના મામાના પુત્રને મળી હતી. ત્યારબાદ છોકરી સાથે તેના મામાનો દીકરો મેળામાં ગયો હતો. થોડે દૂર જઈને જમવાનું ખાતો હતો. તે દરમિયાન અચાનક 7 વ્યક્તિઓ છોકરીની નજીક આવ્યા હતા. તેઓએ મામાના છોકરાને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી મામાનો છોકરો ડરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જે બાદ તમામ લોકોએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બંધક બનાવી બળજબરીથી જંગલ તરફ ખેંચી ગયા હતા.
આ પણ વાંચો:Maharashtra News: 15 વર્ષની છોકરીએ યુટ્યુબ પર વિડિઓ જોઈ પોતે જ બાળકને જન્મ આપ્યો
પરિવારના સભ્યોની ફરિયાદ પર કાર્યવાહીઃ બસ્તરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નિવેદિતા પાલે જણાવ્યું કે તેને ત્યાં લઈ ગયા પછી તમામ આરોપીઓએ તળાવની પાસે વળાંકમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. પછી યુવતીને ઘટનાસ્થળે છોડીને તે ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે પછી તેને હોશ આવતા જ યુવતી તેના ઘરે પહોંચી હતી અને તેના પરિવારને બધી વાત જણાવી હતી. પરિવારજનો યુવતીને પોતાની સાથે લઈ જઈ દર્ભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાંની સાથે જ બસ્તર પોલીસની વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી અને કાર્યવાહી માટે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Clash In Goindwal Sahib jail: ગેંગવોરમાં હત્યા બાદ સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો, 5ની ધરપકડ
ફરાર આરોપીઓની શોધ: ઘટનાની ગંભીરતાને જોતા બસ્તર પોલીસે ઘટનાના 12 કલાક બાદ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર આરોપીનો પણ સમાવેશ થાય છે. સાથે જ આ ઘટનાના બે આરોપીઓ ફરાર છે. જેને બસ્તર પોલીસ શોધી રહી છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ જ્યુડિશિયલ રિમાન્ડ પર જેલ હવાલે કરાયા છે. પકડાયેલા તમામ આરોપીઓ ગુમાલપાડ પોલીસ સ્ટેશન દરભાના રહેવાસી છે.