ઉત્તર પ્રદેશ:બારાબંકીમાં ડબલ ડેકર બસ અકસ્માત (Road Accident In Uttar Pradesh) થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના પોલીસ સ્ટેશન લોની કટરાના ત્રિવેદી ગંજ વિસ્તારના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બની હતી.
આ પણ વાંચો:Accident In Sikkim : બસ દુર્ઘટનામાં 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, CMએ લીધી નોંધ
CM યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો : મૃતકોમાં 1 મહિલા, એક 14 વર્ષનો બાળક અને 6 પુરૂષ છે. આ ડબલ ડેકર બસ બિહારથી દિલ્હી આવી રહી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 13 લોકોને હૈદરગઢ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરથી લખનઉ રિફર કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ડબલ ડેકર બસ અકસ્માત થયો : પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની લખનૌથી લગભગ 27 કિલોમીટર દૂર બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત પોલીસ સ્ટેશન લોની કટરાના ત્રિવેદી ગંજ વિસ્તારમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બે બસની ટક્કરથી આ ઘટના બની છે.