કારાવારા (કર્ણાટક):તાજેતરમાં, બેંક કર્મચારીઓ દ્વારા બેંકમાં છેતરપિંડી (karnatak bank manager fraud) કરવાના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો કિસ્સો ઉત્તર કન્નડ જિલ્લાના યલ્લાપુર શહેરમાં બન્યો હતો હતો. બેંક ઓફ બરોડાનો એક આસિસ્ટન્ટ મેનેજર તેની પત્નીના ખાતામાં બેંકમાંથી આશરે 2.69 કરોડ જમા કરાવીને (Bank Manager Sends money wifes account) ફરાર થઈ ગયો હતો અને હવે ખબર પડી છે કે, તેના ખાતામાં ઝીરો બેલેન્સ છે.
બેંક મેનેજર પત્નીના ખાતામાં 2.69 કરોડ રૂપિયા મોકલી રફુચક્કર - karnatak bank manager fraud
બેંક ઓફ બરોડાનો એક આસિસ્ટન્ટ મેનેજર તેની પત્નીના ખાતામાં બેંકમાંથી આશરે 2.69 કરોડ જમા કરાવીને ફરાર થઈ ગયો હતો અને હવે ખબર પડી છે કે, તેના ખાતામાં ઝીરો બેલેન્સ છે. Bank Manager Sends money wifes account
બેંકમાં આવ્યા વગર જ ફરાર:કુમાર બોનાલા આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના વતની છે અને પાંચ મહિના પહેલા યલ્લાપુર શહેરની બેંક ઓફ બરોડામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા. જોઇન થયાના સમયથી 5 સપ્ટેમ્બર સુધી, આરોપીએ બેંક ખાતામાંથી તેની પત્ની રેવતી ગોરના ખાતામાં બેંક સ્ટાફ લોગીન દ્વારા તબક્કાવાર પૈસા ટ્રાન્સફર કર્યા છે. કહેવાય છે કે, આ રીતે લગભગ 2.69 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી અને બાદમાં થોડા દિવસ પહેલા બેંકમાં આવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો.
આસિસ્ટન્ટ મેનેજર ગુમ થયાની ફરિયાદ :બેંકના મેનેજરે આસિસ્ટન્ટ મેનેજર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ બેંક ખાતાઓની તપાસ કરતા આરોપી કુમાર બોનાલા પૈસા લઈને ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં તાત્કાલિક યલ્લાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો. કેસ નોંધાતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરતા ખબર પડે છે કે પૈસા ખાતામાં નથી.