હૈદરાબાદઃસપ્ટેમ્બર મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. જો તમારી પાસે પણ બેંકનું કોઈ કામ બાકી છે, તો તેને મોકૂફ રાખવાને બદલે તેને તરત જ પતાવી દો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે તેની યાદી જાહેર કરે છે. આ યાદી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં રવિવાર સહિત અન્ય પ્રસંગોએ બેંકની રજાઓનો સમાવેશ થાય છે. બેંકની રજાઓની યાદી જાણો અને તે મુજબ તમારું કામ ઝડપથી પૂરું કરો. તો ચાલો જાણીએ કે કયા દિવસે અને કયા રાજ્યમાં બેંકો બંધ રહેશે.
આ મહિનામાં આવતા તહેવારોની યાદી
6 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી – ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહારમાં બેંકો બંધ રહેશે.
7 સપ્ટેમ્બર 2023: જન્માષ્ટમી અને શ્રી કૃષ્ણ અષ્ટમી: ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
18 સપ્ટેમ્બર 2023: વારસિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી – કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
19 સપ્ટેમ્બર 2023: ગણેશ ચતુર્થી – ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંકો બંધ રહેશે.
20 સપ્ટેમ્બર 2023: ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુખાઈ- ઓડિશા અને ગોવામાં બેંકો બંધ રહેશે.