જમ્મુજમ્મુ અને કાશ્મીરમાં બનિહાલ કટરા રેલ્વે લિંક (Banihal Katra rail link In Jammu and Kashmir) પર બે સ્ટેશનોને જોડતા 111 કિલોમીટરના નિર્માણાધીન રેલ્વે માર્ગમાં 9.8 કિલોમીટર લાંબી ટનલનું કામ (tunnel work completed) પૂર્ણ થઈ ગયું છે. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ્વે લાઇન (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. આ રૂટ પર 12.6 કિમી લાંબી ટનલ T 49B પછી ભારતીય રેલવેની આ ત્રીજી સૌથી લાંબી ટનલ છે. તે આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થયું હતું. આ પહેલા 14 ઓગસ્ટના રોજ રિયાસી જિલ્લાના કૌરી વિસ્તારમાં ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઉંચા રેલવે પુલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું.
આ પણ વાંચોસુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત કેસ કર્યા બંધ
બનિહાલ કટરા રેલ લિંક પર 9.8 કિમી ટનલનું કામ થયું પૂર્ણ એસ્કેપ ટનલ T 13 પર કામ શરૂ કરવામાં આવ્યું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું. અમે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) ના કટરા-બનિહાલ સેક્શનમાં દુગ્ગા અને સાવલકોટ સ્ટેશનો વચ્ચે ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું, 'અમે મંગળવારે 9.8 કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ કર્યું છે જે બે રેલવે સ્ટેશનોને જોડશે.'
આ પણ વાંચોCBI આજે મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા પહોંચશે, AAP અને BJP MLAનો વિરોધ ચાલુ
ટનલ પર 2018માં શરૂ કરવામાં આવ્યું હતું કામઅધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુના છેડે સ્થિત દુગ્ગા રેલ્વે સ્ટેશન આ ટનલના પૂર્ણાહુતિ સાથે શ્રીનગરના છેડે બસિન્દર (સાવલકોટ) રેલ્વે સ્ટેશન સાથે જોડાઈ ગયું છે. તેમણે કહ્યું કે, આ રેલ્વે પ્રોજેક્ટના કટરા બનિહાલ સેક્શનમાં આવેલા સાત રેલવે સ્ટેશનોમાંથી બે આ ટનલ દ્વારા જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, ટનલ પર કામ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું.