નવી દિલ્હી/નોઈડા:પાકિસ્તાનથી ત્રણ સરહદો પાર કરીને પ્રેમીની શોધમાં ભારત પહોંચેલી સીમા હૈદરનો મામલો હજુ શાંત થયો નથી ત્યારે વધુ એક બાંગ્લાદેશી મહિલા પતિની શોધમાં નોઈડા પહોંચી ગઈ છે. મહિલાનું કહેવું છે કે ભારતના રહેવાસી સૌરભકાંત તિવારીએ ત્રણ વર્ષ પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા અને થોડા સમય પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા અને પરત આવ્યા ન હતા. મહિલાનો 20 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પતિની શોધમાં ભારત આવવાની વાત કરી રહી છે.
બાંગ્લાદેશી મહિલા પહોંચી ભારત: પોલીસની કારમાં બેઠેલી બાંગ્લાદેશી મહિલાની આસપાસ મહિલા પોલીસકર્મીઓ પણ હાજર છે. આ અંગે મહિલાએ સોમવારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. જેની તપાસ એસીપી મહિલા સુરક્ષા કરી રહ્યા છે. ફરિયાદમાં બાંગ્લાદેશના ઢાકાની એક મહિલાએ જણાવ્યું કે સૌરભકાંત તિવારી નામના યુવકે તેની સાથે 14 એપ્રિલ 2021ના રોજ બાંગ્લાદેશમાં લગ્ન કર્યા હતા. હવે સૌરભકાંત તેને છોડીને ભારત પાછો ફર્યો. લગ્ન બાદ મહિલા અને સૌરભને એક પુત્રનો પણ જન્મ થયો છે.