ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંગ્લાદેશની યુવતીમાં અસ્તિવત્વની ઓળખસમો આ પાર્ટ ન હતો, ડૉક્ટરે કર્યું જોખમી ઑપરેશન પછી.. - Artificial Reproductive Organ

પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં દુર્લભ (Vaginoplasty at Diamond Harbour Medical College) કહી શકાય એવી સર્જરી ડૉક્ટર્સે કરીને સૌને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં દર્દીને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવી શકાય એવું જીવન આપીને દેવદૂતનું કામ કર્યું છે. બાંગ્લાદેશની એક મહિલાના શરીરમાં કૃત્રિમ ગુપ્તાંગનું (Better Sex life) ટ્રાંસપ્લાન્ટ કર્યું છે. જેના કારણે તે અન્ય મહિલાઓની જેમ સેક્સયુલ લાઈફ માણી શકે.

જિંદગીમાં કોઈએ વિચાર્યું પણ ન હોય એવા પાર્ટનું ડૉક્ટર્સે મહિલામાં ઈમ્પ્લાન્ટ કરી નાંખ્યું
જિંદગીમાં કોઈએ વિચાર્યું પણ ન હોય એવા પાર્ટનું ડૉક્ટર્સે મહિલામાં ઈમ્પ્લાન્ટ કરી નાંખ્યું

By

Published : May 25, 2022, 10:21 PM IST

Updated : May 25, 2022, 10:41 PM IST

પરગના: પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં (Vaginoplasty at Diamond Harbour Medical College) એક દુર્લભ કહી શકાય એવી સર્જરી કરવામાં આવી છે. જેમાં એક બાંગ્લાદેશી મહિલાના શરીરમાં કૃત્રિમ ગુપ્તાંગ ઈમ્પ્લાન્ટ (Artificial Reproductive Organ) કરવામાં આવ્યું હતું. જેના કારણે એ યુવતીની સેક્સલાઈફ (Better Sex life) અન્ય યુવતીની જેમ બની રહે. એ પણ સેક્સ લાઈફ માણી શકે. કોલકારાથી 50 કિમી દૂર આપેલી એક ગ્રામીણ સબ ડિવિઝન હોસ્પિટલ, ડાયમંડ હાર્બર મેડકલ કૉલેજ એન્ડ હોસ્પિટલના ડૉક્ટર્સે આ અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. ડૉક્ટરોનું કહેવું છે કે મહિલાને જન્મથી જ યોનિ અને ગર્ભાશય ન હતા. સૌથી પહેલા આ બે વસ્તુ ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવી. પછી એનું ઈમ્પ્લાન્ટ કરાયું.

આ પણ વાંચો:Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ

શું છે વેજીનોપ્લાસ્ટી: છેલ્લા એક વર્ષમાં અસાધારણ અને અતુલ્ય કહી શકાય એવી આ ચોથી સર્જરી છે. એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે 15 દિવસ પહેલા 21 વર્ષની બાંગ્લાદેશી મહિલા OPDમાં આવી હતી. રૂટિન ચેકઅપ બાદ ડોકટરોએ પ્રથમ તેમના મુલેરિયન એજેનેસિસનું નિદાન કર્યું. આ એક દુર્લભ સ્થિતિ છે. આમાં, દર્દી સ્ત્રી છે, પરંતુ કોઈ પ્રજનન અંગો ન હતા. કેસ અમારા માટે પણ ચોંકાવનારો હતો. આવી સ્થિતિમાં તે દર્દી સામાન્ય માણસની જેમ કોઈ સેક્સલાઈફ માણી શકતો નથી. ડૉક્ટરોએ આ દર્દીને સામાન્ય યુવતીની જેમ જીવન આપવા માટે પ્રજનન અંગો બનાવવાનું નક્કી કર્યું. અન્ય એક ડોક્ટરે જણાવ્યું કે આ સર્જરીને ટેક્નિકલ રીતે વેજીનોપ્લાસ્ટી કહેવામાં આવે છે. તે યોનિ અને ગર્ભાશયની રચનાની પ્રક્રિયા છે.

આ પણ વાંચો:અમદાવાદમાં યોજાનારી IPLની ફાઈનલ મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ નેતાઓ..

જોખમી ઑપરેશન છે: મીડિયા સાથે વાત કરતા ટીમના સભ્ય માનસ સાહાએ કહ્યું, 'આ એક દુર્લભ ઑપરેશન છે. અમે આ પ્રકારના ઓપરેશન પહેલા પણ કરી ચૂક્યા છીએ. ઓપરેશન ખૂબ જોખમી હોય છે. પરંતુ અમે અત્યાર સુધી હાથ ધરાયેલા ચારેય ઓપરેશનમાં 100% સફળતા મેળવી છે. જો કે, ડોકટરોનું માનવું છે કે તેણી માતા બનવા માંગે છે. તો તેણે સરોગસીનો સહારો લેવો પડશે. તે જ સમયે, એક મહિલા દર્દી આ વિશે પોતાનો અનુભવ શેર કરવા માટે ન હતી, પરંતુ તેના એક સંબંધીએ જણાવ્યું કે તેને આ સર્જરી વિશે યુટ્યુબ પરથી જાણ થઈ. તેણે સંબંધીત હોસ્પિટલનો સંપર્ક કર્યો અને સારવાર શરૂ કરવામાં આવી. આ એક જટિલ સર્જરી છે. આ ઑપરેશન કરનારી ટીમનું નેતૃત્વ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના વડા સોમજીતા ચક્રવર્તીએ કર્યું છે. જેઓ આ વિષય પર સંશોધન પણ કરી રહ્યા છે અને તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે પેપર પ્રકાશિત કર્યા છે.

Last Updated : May 25, 2022, 10:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details