ઉત્તરાખંડઃ હરિદ્વારા જિલ્લાના રુડકીના પિરાન ક્લિયરમાં દરગાહ સાબિર પાકનો 755મો ઉર્સ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ભાગ લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં પોલીસને એક સંદિગ્ધ વ્યક્તિ પર શંકા ગઈ. જેની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ નાગરિક બાંગ્લાદેશનો છે અને 2012થી એટલે કે 11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે.
11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર વસવાટઃ પિરાન ક્લિયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને LIUની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે ભારતમાં 11 વર્ષથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીને ઝડપી લીધો છે. 2012માં આરોપી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યો હતો. તેણે ગુજરાતને રહેવા માટે પસંદ કર્યુ. અહીં તે મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પહેલા તે હરિદ્વાર ટ્રેનમાં પહોંચ્યો હતો. પોલીસે આરાપીની પુછપરછ હાથ ધરી છે. પોલીસે આ નાગરિક વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ વિસ્તારમાં દરગાહ સાબિર પાકનો 755મો ઉર્સ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાંથી પોલીસે બાંગ્લાદેશી નાગરિકને દબોચી લીધો છે.