ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bangalore university alert students:ચિત્તા જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપી ચેતવણી

બેંગલુરુ યુનિવર્સિટીમાં દીપડો જોવા મળ્યો (Leopard was spotted at Bangalore University) હતો. આ મામલે બેંગલુરુ યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફને સુચના આપી છે. કેમ્પસમાં દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલને પગલે તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફને જાગ્રત રહેવા (Bangalore university alert students) અને કોઈપણ પ્રાણી જોવામાં આવે તો જાણ કરવાનું જણાવ્યું છે.

Bangalore university alert students:ચિત્તા જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપી ચેતવણી
Bangalore university alert students:ચિત્તા જોયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપી ચેતવણી

By

Published : Jan 13, 2023, 5:48 PM IST

બેંગલુરુ:બેંગલુરુ યુનિવર્સિટીમાં દીપડો જોવા મળ્યો હતો. દીપડો નજરે પડતા બેંગલુરુ યુનિવર્સિટીએ તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફને જાગ્રત રહેવા જણાવ્યું છે. BUના રજિસ્ટ્રારે ગુરુવારે જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, વન વિભાગને એક પત્ર મોકલીને દીપડાને પકડવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો:Bengaluru news: EDના બેંગલુરુ યુનિટે 500 કરોડની છેતરપિંડી બદલ બિલ્ડરની ધરપકડ કરી

BUના રજિસ્ટ્રારે જારી કર્યો પરિપત્ર: દીપડો જોવા મળતા BUના રજિસ્ટ્રારે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેમ્પસમાં દીપડાના દર્શન અંગેના મીડિયા અને સોશિયલ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા લોકો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે કે, તેઓ સાવચેત રહે અને તેનાથી દૂર રહે ઉપરાંત રાત્રે કોઈ પણ જગ્યાએ ફરવાનું ટાળે. આ સાથે તેઓએ દીપડાને જોતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની પણ સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:Jallikattu: જોશ અને જોખમનો રોમાંચ,ઈતિહાસમાં પ્રથમ વખત ચેન્નઈમાં જલ્લીકટ્ટુ યોજાશે

ચિત્તાના કારણે ભયનું વાતાવરણ: ગયા મહિને, બેંગલુરુ દક્ષિણ પ્રદેશના ભાગોમાં અને તુરાહલ્લી જંગલમાં અને તેની આસપાસ ચિત્તાના કારણે ભયનું વાતાવરણ હતું. તે સમયે વન અધિકારીઓને શંકા હતી કે, બે દીપડા શહેરના બેનરઘટ્ટા આરક્ષિત જંગલમાંથી તુરાહલ્લી જંગલ અને આસપાસના વિસ્તારોમાં ભટકી ગયા હોવા જોઈએ, જે નજીકમાં જ આવેલું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details