નવી દિલ્હી: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર (Bangalore Kempegowda Airport) એરલાઇનનું એક વિમાન 50થી વધુ મુસાફરોને લેવાનું (delhi Go First Flight took off without passengers) ભૂલી ગયું હતું. જે મામલે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ GoFirst પાસેથી જવાબ (dgca sought report from go first) માંગ્યો છે. (Bangalore Kempegowda Airport)
મુસાફરો વિના વિમાને ભરી ઉડાન:આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી. મુસાફરોને રનવે પર પાર્ક કરેલા વિમાન સુધી લઈ જવા માટે કુલ ચાર બસો રવાના કરવામાં આવી હતી. 1 બસમાં 50થી વધુ મુસાફરોને છોડી દેવામાં આવ્યા હતા અને માત્ર 1 બસના મુસાફરો સાથે વિમાને ઉડાન ભરી હતી.
આ પણ વાંચો:જામનગરના એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોંબ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મુસાફરોમાં ભારે રોષ:આ ફ્લાઈટ સોમવારે સાંજે 6.40 કલાકે ત્યાંથી રવાના થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરો શટલ બસમાં રાહ જોતા રહ્યા. આ ઘટનાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફને આ બાબતે કોઈ જ જાણકારી નહોતી. તેમણે મુસાફરોના બોડિંગ પાસ જોયા, ત્યારે આ સમસ્યાની જાણ થતાં એરપોર્ટમાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે મુસાફરોએ રોષ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતો.