ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bandipora Terror Attack: પોલીસ કર્મચારીઓની હત્યામાં પાકિસ્તાની આતંકવાદી શામેલ, 2 ઓવર ગ્રાઉન્ડ વર્કરે કરી હતી મદદ - લશ્કર-એ-તૈયબાના આતંકવાદી

બાંદીપોરામાં 2 પોલીસકર્મીઓની હત્યા (Bandipora Terror Attack)માં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની આતંકવાદી (Pakistani militants In Bandipora Terror Attack)ની સંડોવણી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બાંદીપોરા જિલ્લામાં શુક્રવારે થયેલા આતંકી હુમલામાં 2 પોલીસકર્મીઓ શહીદ થયા હતા.

Bandipora Terror Attack: પોલીસ કર્મચારીઓની હત્યામાં પાકિસ્તાની આતંકવાદી શામેલ, 2 ઓવર ગ્રાઉન્ડ વર્કરે કરી હતી મદદ
Bandipora Terror Attack: પોલીસ કર્મચારીઓની હત્યામાં પાકિસ્તાની આતંકવાદી શામેલ, 2 ઓવર ગ્રાઉન્ડ વર્કરે કરી હતી મદદ

By

Published : Dec 11, 2021, 8:52 PM IST

  • આતંકવાદી હુમલામાં પોલીસના 2 જવાનો શહીદ થયા
  • પાકિસ્તાની આંતકવાદીએ હથિયાર ઝૂંટવાનો કર્યો હતો પ્રયત્ન
  • સુરક્ષાદળોએ વિસ્તાર ઘેરીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું

શ્રીનગર: કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે શુક્રવારે આતંકવાદી હુમલા (Bandipora Terror Attack) બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા આજે બાંદીપોરાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, શુક્રવારે પોલીસ પાર્ટી પર થયેલા હુમલા (terror attack on police party)માં પાકિસ્તાની આતંકવાદીઓ શામેલ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શુક્રવારના આતંકવાદી હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ શહીદ (police personnel martyred in terror attack) થયા હતા. જુદા જુદા રાજકીય પક્ષોએ આ ઘટનાને વખોડી કાઢી હતી.

SHOના PSOને ગોળી મારી, જવાનો પર ગોળીબાર કર્યો

શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, આ હુમલામાં એક પાકિસ્તાની આતંકવાદી શામેલ હતો, જેણે પહેલા ડ્રાઈવરને ગોળી મારી, પછી બાંદીપોરાના SHOના PSOને ગોળી મારી, ત્યારબાદ તેણે જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, આતંકવાદી હથિયાર છીનવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે સ્થળ પર હાજર અન્ય PSOએ વળતો પ્રહાર કર્યો હતો અને તેને તેવું કરવા દીધું નહીં.

આતંકવાદીને 2 સ્થાનિક ઓવર ગ્રાઉન્ડ વર્કરની મદદ મળી

તેમણે જણાવ્યું કે, આતંકવાદી લશ્કર-એ-તૈયબા (lashkar e taiba terrorist)નો હતો. હુમલાને અંજામ આપવા માટે 2 સ્થાનિક ઓવર ગ્રાઉન્ડ વર્કર શામેલ હતા. ઉલ્લેખનીય છે કે આંતકવાદીઓએ સાંજના ગુલશન ચોક (gulshan chowk bandipora) પર પોલીસની એક ટુકડી પર ગોળીઓ ચલાવી હતી. ગોળીબારમાં 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને તેમને એક હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યું થયું હતું.

સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું

સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને શોધવા માટે ઑપરેશન શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, મૃતક પોલીસ કર્મચારીઓની ઓળખ મોહમ્મદ સુલ્તાન અને ફયાજ અહમદ તરીકે કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Parade of planets : કાલે આકાશમાં દેખાશે અદભૂત નજારો, એક લાઈનમાં હશે 6 ગ્રહ

આ પણ વાંચો: Saryu Nahar National Project in Balrampur : PM Modi એ બલરામપુરમાં 9,800 કરોડથી વધુ ખર્ચના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

ABOUT THE AUTHOR

...view details