પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ પણ સિંગલ બેન્ચે ડિગ્રી કોલેજોના શિક્ષકોની નિવૃત્તિ વય 62થી વધારીને 65 વર્ષ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે આ નિર્ણય સામે અપીલ કરી હતી.
આ પણ વાંચો :દહેજ અને અત્યાચારના મામલે બે મહિના સુધી કોઈ ધરપકડ નહીં: અલ્હાબાદ HCનો આદેશ
હાઇકોર્ટે સિંગલ બેન્ચના નિર્ણય પર સ્ટે આપ્યો : અલ્હાબાદ હાઈકોર્ટમાં (Allahabad High Court) સુનાવણી બાદ આ આદેશનું પાલન કરવા પર સરકારને રાહત આપવામાં આવી હતી. સિંગલ બેન્ચ દ્વારા ત્રણ મહિનામાં આ આદેશનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હુકમની માન્યતા અંગેની સ્પેશિયલ અપીલમાં પડકારાયા બાદ હાઇકોર્ટે સિંગલ બેન્ચના નિર્ણય પર સ્ટે આપ્યો છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગાઇડલાઇન હેઠળ ત્રણ મહિનામાં નિર્ણય લેવા આદેશ કર્યો છે.
જસ્ટિસ વિક્રમ ડી ચૌહાણએ મોટો આદેશ આપ્યો :અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અરજદાર ચંદ્રમોહન ઓઝા અને અન્ય 21 શિક્ષકો પાસેથી બે સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને તેના પછીના ચાર અઠવાડિયાની અંદર વળતી સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે આગામી સુનાવણી માટે 11 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ વિક્રમ ડી ચૌહાણની ડિવિઝન બેંચે રાજ્ય સરકારની વિશેષ અપીલ પર સુનાવણી કરતા આ મોટો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો :કૃષ્ણ જન્મભૂમિ મથુરા-વૃંદાવનમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી
સરકારે કોર્ટમાં કહ્યું ઓર્ડર રદ કરવો જોઈએ :ઉત્તર પ્રદેશ સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, UGCએ વર્ષ 2010માં એક અધિનિયમમાં સુધારો કર્યો હતો અને યુનિવર્સિટી-કોલેજના શિક્ષકોની નિવૃત્તિ વય વધારીને 65 વર્ષ કરી હતી. 31 ડિસેમ્બર 2010ના રોજ રાજ્ય સરકાર દ્વારા તેનો આંશિક અમલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી યુનિવર્સિટીઓ તેમના કાયદામાં સુધારો નહીં કરે ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેનો લાભ મળી શકશે નહીં. સરકારે કોર્ટમાં કહ્યું કે, સિંગલ બેન્ચે સરકાર પાસેથી કોઈ જવાબ માગ્યા વગર જ આ નિર્દેશ જારી કર્યો છે. તેથી, ઓર્ડર રદ કરવો જોઈએ.