- રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ
- રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં
- સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોવિડ 19ના વધતા કેસોને લઈને સમગ્ર રાજ્યમાં આજ રાતથી નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો કોવિડ 19ના સુરક્ષા નિયમોનું પાલન નહીં કરતા તો કડક પગલાઓ લેવામાં આવી શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે રાજનીતિક અને ધાર્મિક સહિત બધા જ પ્રકારની સભાઓના આયોજન પર પ્રતિબંધની ઘોષણા કરી છે.
રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ
બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, રેસ્ટોરન્ટ, બગીચા, મોલ રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે. આદેશમાં એ પણ કહ્યું છે કે, લોકોને રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી સમુદ્ર કિનારે જવાની અનુમતિ નહીં હોય. સિનેમા થિયેટર પણ શનિવાર રાતથી બંધ રહેશે. આ આદેશ શનિવારની મધ્યરાત્રિથી લાગૂ કરાશે. જો કે, સરકારે તેની નવી માર્ગદર્શિકામાં રાત્રે ખોરાકની ડિલીવરીમાં રાહત આપી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધીમાં પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ આદેશ 27 માર્ચની મધ્યરાત્રિથી લાગુ થયો છે. ઉલ્લંઘન કરવાથી વ્યક્તિ દીઠ રૂપિયા 1000નો દંડ આવશે.