ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજાજ ઓટોએ તમામ મોડેલની ફ્રી સર્વિસની સમયાવધિ 31 જુલાઇ સુધી લંબાવી - ઓટો કંપનીઓ પર કોવિડની અસર

લોકડાઉન અને પ્રવાસ પ્રતિબંધોને પગલે બજાજ ઓટોએ પોતાની તમામ બ્રાન્ડની ફ્રી સર્વિસીસ આપવાના સમયગાળામાં વધારો કર્યો છે. બજાજે હવે 31 જુલાઈ સુધીનો સમય લંબાવી દીધો છે. જે વાહનો માટે એક્સ્ટેંશન અપાયેલું છે તેમાં 1 એપ્રિલથી 31 મે દરમિયાન સમાપ્ત થતી અવધિનો સમાવેશ થાય છે.

બજાજ ઓટોએ તમામ મોડેલની ફ્રી સર્વિસની સમયાવધિ 31 જુલાઇ સુધી લંબાવી
બજાજ ઓટોએ તમામ મોડેલની ફ્રી સર્વિસની સમયાવધિ 31 જુલાઇ સુધી લંબાવી

By

Published : May 19, 2021, 8:37 PM IST

  • બજાજ ઓટોએ વધારી ફ્રી સર્વિસની તારીખ
  • 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી ફ્રી સર્વિસ
  • તમામ ટુ-વ્હીલર અને વ્યાપારી વાહનોને મળશે ફ્રી સર્વિસ

મુંબઈઃ બજાજ ઓટોએ કેટલાક રાજ્યો દ્વારા કોવિડ-19 મહામારીની બીજી લહેર ફેલાતી અટકાવવાના હેતુથી સ્થાનિક ધોરણે લોકડાઉન લાદેલું છે જેને લઇને આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલથી 31 મેના અંત સુધીના વાહનોની ફ્રી સર્વિસ હવે 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. આ અવધિિ તમામ ટુ-વ્હીલર અને વ્યાપારી વાહનોને લાગુ પડે છે. બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કહ્યું, "ગયા વર્ષની જેમ, અમે ફરી એકવાર અમારા બધા ગ્રાહકો માટે સેવાનો સમયગાળો બે મહિના સુધી વધારી રહ્યાં છીએ." કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે સુનિશ્ચિત કર્યું છે કે દેશભરમાં તેમની ડીલરશીપ માલિકો બજાજના તમામ ગ્રાહકોને ફ્રી સર્વિસના સમયગાળાનો લાભ આપેે.

આ પણ વાંચોઃ રાહુલ બજાજે બજાજ ઓટોનું છોડ્યું અધ્યક્ષ પદ

ABOUT THE AUTHOR

...view details