મધ્યપ્રદેશ: બાગેશ્વર ધામના બાબાએ સંત તુકારામની પત્ની પર આપેલા નિવેદન પર યુ-ટર્ન લીધો છે. હા, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે બેકફૂટ પર જતા માફી માંગી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે કહ્યું કે, મારા શબ્દોથી જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે, હું હાથ જોડીને તેમની માફી માંગુ છું અને મારા શબ્દો પાછા લઉં છું. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંત તુકારામ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેમની પત્ની તેમને લાકડીથી મારતી હતી.
શું હતું બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદનઃ વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં બાગેશ્વર ધામ મહારાજ સંત તુકારામ વિશે કહેતા જોવા મળ્યા હતા કે "તેમની (સંત તુકારામની) પત્ની તેમને રોજ માર મારતી હતી." પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સતત વિરોધ કરી રહી હતી, હાલમાં બાગેશ્વર ધામ સરકારે આ મામલે માફી માંગી છે.