- બદરીનાથ ધામના દરવાજા બ્રહ્મમુહૂર્ત ખાતે 4:15એ ખોલવામાં આવ્યા
- બદરીનાથ ધામના દરવાજા વિધી વિધાન સાથે બ્રહ્મા મુહૂર્તમાં ખોલવામાં આવ્યા
- મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું
ચમોલી: બદરીનાથ ધામના દરવાજા વિધી વિધાન સાથે બ્રહ્મા મુહૂર્તમાં ખોલવામાં આવ્યા છે. પુષ્ય નક્ષત્ર અને વૃષા લગ્ન સાથે બદરીનાથ ધામના દરવાજા બ્રહ્મમુહૂર્ત ખાતે 4:15એ ખોલવામાં આવ્યા છે. સોમવારે શંકરાચાર્યના પવિત્ર સિંહાસન અને કુબેર ભગવાન સહિત ઉદ્ધવ ભગવાનની મૂર્તિઓ બદરીનાથ ધામના મુખ્ય પૂજારી રાવલ ઇશ્વરી પ્રસાદ નંબુદ્રીના નેતૃત્વમાં બદરીનાથ ધામ પહોંચી હતી.
જાહેર આરોગ્યની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા
આ પ્રસંગે બદરીનાથ મંદિરની સજાવટ જોવા જેવી હતી. મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર સંકુલ પણ કોરોનાને લીધે સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવામાં આવ્યું છે. બદરીનાથ ધામના દરવાજા ખોલતાં મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે એક ટ્વિટમાં કહ્યું કે, ભગવાન વિષ્ણુના આઠમા બેકુંઠ બદરીનાથ ધામના કપાટ આજે બ્રહ્મ મુહૂર્તમાં ધાર્મિક વિધિ સાથે 4:15 વાગ્યે ખુલ્લો મુકાયો હતો. જાહેર આરોગ્યની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
આ પણ વાંચો:બદરીનાથ ધામમાં હિમવર્ષા, જુઓ અદ્દભૂત નજારો