અમેરિકા: અમેરિકાના કેલિફોર્નિયા સિવાય ફ્લોરિડામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે અને તેમાં એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ પોલીસ તેમજ એમ્બ્યુલસ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Guinness Book of Records: ચાર લાખ લોકોએ કર્યા એકસાથે યોગા, 8 મહિનાની મહેનત સફળ
ગોળીબારમાં 6 લોકોના મોત: એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. જ્યારે કેલિફોર્નિયામાં, તુલારે કાઉન્ટીના ગોશેનમાં ગોળીબારમાં 6 લોકોના મોત થયા. સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ગોળીબારના પીડિતોમાં એક 17 વર્ષની માતા અને 6 મહિનાનું બાળક સામેલ છે. ગોશેનમાં હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં સ્થાનિક સમય અનુસાર સોમવારે સવારે 3:30 વાગ્યા પછી ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ ડેપ્યુટીઓને ઘરે બોલાવવામાં આવ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર ફાયરિંગની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે જ 5 લોકોના મોત: ઘટનાસ્થળે પહોંચ્યા પછી, ડેપ્યુટીઓએ બે લોકો શેરીમાં અને ત્રીજા ઘરના દરવાજા પર મૃત જોયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. સત્તાવાળાઓ માને છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા બે શંકાસ્પદ લોકો સંડોવાયેલા છે. અમેરિકાના ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા અને ઘટનામાં સામેલ 8 લોકોને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:Passenger plane crashes: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, ATR-72 પેસેન્જર પ્લેન પોખરા પાસે ક્રેશ
વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રહે: અમેરિકામાં ફાયરિંગથી મોત એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા, જેમાંથી અડધાથી વધુ આત્મહત્યા હતી. દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછું એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રહે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં છ લોકોના મોત થયા છે. હુમલાનું કારણ જાણી શકાયું નથી. પોલીસને આ હુમલામાં ડ્રગ સ્મગલરોની સંડોવણી હોવાની શંકા છે.