સોનીપત :રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગટ અને મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. શનિવાર, 17 જૂને સાક્ષી મલિકે તેના પતિ સત્યવ્રત કાદ્યાન સાથે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બબીતા ફોગાટ અને BJP નેતા તીર્થ રાણા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મંગળવારે બબીતા ફોગાટે પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા સાક્ષી મલિક પર નિશાન સાધ્યું હતું.
સાક્ષી મલિકને પડકાર : બબીતા ફોગાટે સાક્ષી મલિકને દુષ્ટ મનની કહી અને સાક્ષી મલિક અને તેના પતિ પર કોંગ્રેસના પ્રવક્તા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેણે સાક્ષી મલિકને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, જો તમારે રાજનીતિ કરવી હોય તો ખુલીને સામે આવો. બબીતા ફોગાટે કહ્યું કે, તેણે બીજાની લાગણીઓ સાથે રમત ન કરવી જોઈએ.
સાક્ષી મલિક દીપેન્દ્ર સિંહ હુડ્ડાનો બચાવ કરી રહી છે. અમને લાગે છે કે તે કુસ્તીબાજ બનવાને બદલે કોંગ્રેસના પ્રવક્તા તરીકે વાત કરી રહી છે. ભારતીય અને મહિલા કુસ્તીબાજ હોવાને કારણે મારું લોહી પણ ઉકળતું હતું. પરંતુ સાક્ષી વીડિયોમાં બાળકો જેવી વાતો કરી રહી હતી. હવે આખી રમત બીજાના ખભા પર મૂકીને ખુદનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.-- બબીતા ફોગાટ (પૂર્વ કુસ્તીબાજ, BJP નેતા)
બબીતા ફોગાટના આક્ષેપ :સાક્ષી મલિક પર પ્રહાર કરતા બબીતા ફોગાટે કહ્યું કે, ખેલાડીઓના આંદોલનનું નેતૃત્વ કરી રહેલી સાક્ષી મલિક કોંગ્રેસની કઠપૂતળી છે. સાક્ષી કોંગ્રેસના નેતાઓના ઈશારે જ કામ કરી રહી છે. મને સમજાતું નથી કે તે કોંગ્રેસના પ્રવક્તા તરીકે કેમ વાત કરી રહી છે. સાક્ષી મલિક હવે પંચાયતો અને ખેડૂત સંગઠનોની મદદ લઈને ખુદનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.
દીપેન્દ્રસિંહ પર પ્રહાર : બબીતા ફોગાટે દીપેન્દ્ર સિંહ હુડ્ડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે દીપેન્દ્ર સિંહ હુડ્ડા હરિયાણા રેસલિંગ ફેડરેશનના હોદ્દા પર બેઠા હતા ત્યારે તેમણે મહિલા રેસલર્સનું ધ્યાન રાખ્યું ન હતું. તે સમયે તમે મહિલા કુસ્તીબાજોના દર્દ અને વેદના જાણવાનો પ્રયાસ કર્યો ન હતો. હવે તે આ સમગ્ર મામલે રાજનીતિ કરી રહ્યો છે.
- Wrestlers Protest: મેડલ વિસર્જિત નહિ કરે કુસ્તીબાજ, સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું
- Wrestlers Protest: જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ યથાવત, કહ્યું- વડાપ્રધાને તેમના મનની વાત પણ સાંભળવી જોઈએ