ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર ઝૂમાં બબ્બર શેર અજયના જન્મદિવસની ઉજવણી કરાઈ - બબ્બર શેર અજયનો જન્મદિવસ

બબ્બર શેર અજયના જન્મદિવસની કાનપુરના ઝૂમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. 13 વર્ષના સિંહ અજયનો જન્મદિન કેક કટ કરી, મ્યુઝિક અને પાર્ટી સાથે સેલિબ્રેટ કરવામાં આવ્યો.

કાનપુર
કાનપુર

By

Published : Mar 15, 2021, 10:53 AM IST

Updated : Mar 15, 2021, 2:17 PM IST

  • કાનપુર ઝૂ કટ કરાઈ બબ્બર શેરની કેક
  • વન્યપ્રાણીઓનું મહત્વ સમજાવવા કરાઈ પહેલ
  • ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આપી હાજરી

કાનપુર(ઉત્તરપ્રદેશ):કાનપુરના ઝૂ એડ્મિનિસ્ટ્રેશને બબ્બર શેર અજયનો જન્મદિવસ દર્શકો સાથે ધૂમધામથી ઉજવ્યો હતો. આ પ્રસંગે અજયના વાડા પાસે કેક કાપવામાં આવી અને ભોજનમાં સ્પેશિયલ ડીશ પણ પીરસવામાં આવી. કાનપુર ઝૂની આ યોજના અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઝૂના કોઈ પણ પ્રાણી સાથે મનાવી શકે છે.

ઝૂમાં કરાયો નવતર પ્રયોગ

કાનપુરના ઝૂમાં વન્યપ્રાણી સાથે લોકોની નિકટતાને પ્રોત્સાહન આપવા માટે પ્રાણીઓના જન્મદિવસની ઉજવણી કરવાની પહેલ આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે રવિવારે બબ્બર શેર, જેનું નામ અજય રાખવામાં આવ્યું છે તેનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. વન્યજીવનને બચાવવા અને લોકોને જીવનમાં તેમના મહત્વ વિશે જાગૃત કરવા માટે બર્થડે સેલિબ્રેશનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:દિલ્હી ઝૂ ખાતે 'વિશ્વ હાથી દિવસ' ઉજવાયો, વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું

2016માં ઉજવાયો હતો પહેલો જન્મદિન

ઝૂની પહેલના ભાગરૂપે, પ્રથમ જન્મદિવસ 2016માં કાનપુરના ઝૂમાં ઉજવવામાં આવ્યો હતો. બબ્બર શેર અજયના જન્મદિવસ દ્વારા નવી પ્રથાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઝૂના ગાર્ડન એડમિનિસ્ટ્રેશન અને દર્શકોએ કેક કાપીને 13 વર્ષીય બબ્બર શેર અજયને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તે દરમિયાન, પ્રથમ ઉજવણીમાં ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિનો પરિવાર યાદગાર પળોનો સાક્ષી બન્યો હતો. સાથે જ તેમણે વન્યપ્રાણીઓને પ્રેમ કરવાનો સંદેશ આપ્યો અને લોકોને અપીલ કરતાં તેમણે ઝૂની પહેલમાં વધુ સંખ્યામાં જોડાઇને વન્યપ્રાણી પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાનો સંદેશ આપ્યો હતો. કાનપુર ઝૂના નાયબ નિયામક અરવિંદકુમાર યાદવે કહ્યું કે, હવે પ્રાણીસંગ્રહાલયમાં એક નવી શરૂઆત થઈ છે, જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ તેનો જન્મદિવસ અહીંના જીવો સાથે ઉજવી શકે છે. આ યોજના હેઠળ જન્મદિવસની ઉજવણી કરનાર વ્યક્તિએ તે પ્રાણીના ખોરાક માટે એક દિવસ અથવા એક અઠવાડિયા સુધીનો ખર્ચ ચૂકવવો પડશે.

આ પણ વાંચો:દિલ્હી ઝૂ: કલ્પના ટાઈગરનું કિડની ફેલ થવાના કારણે મોત થયું

Last Updated : Mar 15, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details