ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમે બાબા રામદેવની ઝાટકણી કાઢી, કહ્યું ઉપચારની અન્ય રીતને નકારી ન શકાય - Baba Ramdev criticise IMA

સુપ્રીમ કોર્ટે એલોપેથિક ડૉકટરોની ટીકા કરવા બદલ બાબા રામદેવની ઝાટકણી કાઢી હતી. તેમને આવા નિવેદનો કરવાથી દૂર રહેવા કહ્યું હતું. જોકે, આ મામલો સુપ્રીમ સુધી પહોંચતા ફરી બાબા રામદેવ ચર્ચામાં આવી ગયા છે. Baba Ramdev Court Case, Supreme Court Rebuke Ramdev, Allopathy Doctors application

સુપ્રીમે બાબા રામદેવની ઝાટકણી કાઢી, કહ્યું ઉપચારની અન્ય રીતને નકારી ન શકાય
સુપ્રીમે બાબા રામદેવની ઝાટકણી કાઢી, કહ્યું ઉપચારની અન્ય રીતને નકારી ન શકાય

By

Published : Aug 23, 2022, 3:48 PM IST

નવી દિલ્હી:એલોપેથિક ડૉકટરોની ટીકા (Allopathy Doctors application to Court)કરવા બદલ મંગળવારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની ઝાટકણી (Baba Ramdev Court Case) કાઢી હતી. તેમને આવું કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવા જણાવ્યું હતું. એવી કોર્ટે સ્પષ્ટતા કરી હતી. CJI NV રમણાએ કહ્યું, 'બાબા રામદેવને શું થયું? તેઓએ શા માટે લોકપ્રિય થવાની એવી શું જરૂર છે? અમે બધા તેમનો આદર કરીએ છીએ, તેમણે યોગને લોકપ્રિય બનાવ્યા છે. તેઓએ દવાની અન્ય પ્રણાલીઓની (Supreme Court Rebuke Ramdev) ટીકા ન કરવી જોઈએ. જોકે, આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ કેમિકલ યુક્ત દવાઓને લઈને બાબા રામદેવ ચાબખા મારી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

દાવેબાજી થઈઃએવી તે શું ગેરંટી છે કે, સિસ્ટમ કામ કરશે? તે ડૉક્ટર સિસ્ટમનું ખંડન ન કરી શકે. તેમણે સારવાર માટેની અન્ય પદ્ધતિઓ પર આરોપ ન લગાવવા જોઈએ. CJI NV રમના, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે ઈન્ડિયન મેડિકલ એસો.ની એક અરજી પર સુનાવણી કરી હતી. જેમાં કોવિડ વેક્સિન અને આધુનિક સારવાર સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનને પડકારવામાં આવ્યા હતા. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આયુર્વેદની સારવારનો દાવો કરતી ઘણી ભ્રામક જાહેરાતો માત્ર છે. IMA તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રભાસ બજાજે કોર્ટને જણાવ્યું કે આયુર્વેદની 804 ભ્રામક જાહેરાતો ચાલી રહી છે.

આ પણ વાંચોઃ બસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ

કોર્ટની કેન્દ્રને નોટિસઃમંત્રાલય આ બાબતથી સારી રીતે વાકેફ છે. તેમણે દલીલ કરી હતી કે મંત્રાલયે ભ્રામક જાહેરાતો પર નજર રાખવા માટે એક MOU પર પણ હસ્તાક્ષર કર્યા છે, સંસદ સમક્ષ પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. CJI એ કરેલી રજૂઆતોની નોંધ લીધી અને પ્રશ્ન કર્યો કે શું એવી ગેરંટી છે કે આયુર્વેદ તમામ રોગોને અટકાવશે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details