ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એલોપેથિક દવાઓ અંગેનું નિવેદન પાછું ખેંચ્યા રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્નો - યોગ ગુરુ રામદેવ

યોગ ગુરુ રામદેવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ને એલોપેથીક દવાઓ પર 25 પ્રશ્નો પૂછ્યા છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખુલ્લો પત્ર જારી કરતાં રામદેવે IMAને તેમના 25 પ્રશ્નોના જવાબ આપવાનું કહ્યું છે.

ramdev
ramdev

By

Published : May 25, 2021, 7:18 AM IST

  • એલોપેથિક દવાઓ અંગેનું નિવેદન પાછું ખેંચ્યા રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્નો
  • રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્રો
  • એલોપથી એટલી સારી છે તો ડોકટરો બીમાર ન પડવું જોઈએ

નવી દિલ્હી: યોગ ગુરુ રામદેવે સોમવારે એલોપેથિક દવાઓ અંગેના તાજેતરના નિવેદનને પાછું ખેંચવાની ફરજ પાડ્યા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA) ને 25 પ્રશ્નો પૂછ્યા છે. રામદેવ IMA પાસેથી જાણવા માગે છે કે, શું એલોપથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોથી કાયમી રાહત આપે છે? પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખુલ્લો પત્ર જારી કરતાં રામદેવે IMAને તેમના 25 પ્રશ્નોના જવાબ પૂછ્યા હતા.

આ પણ વાંચો: એલોપેથી અંગે યોગગુરુ બાબા રામદેવના નિવેદન પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન ખફા

રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્રો

IMAએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં રામદેવે દાવો કર્યો હતો કે, એલોપથી ખોટું વિજ્ઞાન છે અને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા કોરોનાના ઈલાજ માટે રેમિડેસિવિર, ફેવિફ્લુ અને આવી અન્ય દવાઓ કોવિડ -19ના દર્દીઓની સારવાર માટે નિષ્ફળ રહી છે. રામદેવે એ પણ પૂછ્યું કે, શું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં થાઇરોઇડ, સંધિવા, અસ્થમા અને કોલાઈટિસ જેવા રોગોનો કાયમી ઉપચાર છે.

રામદેવે IMAને પૂછેલા 25 પ્રશ્નો

છેવટે એલોપથી તો 200 વર્ષ જૂની છે

તેમણે પૂછ્યું કે, શું એલોપથીમાં ફેટી લીવર (મોટું યકૃત) અને લીવર સિરહોસિસ દવાઓ છે? તેમણે પ્રશ્ર ઉઠાવ્યો કે, 'જેમ તમને ટીબી અને શીતળાના ઉપાય મળ્યાં છે, તે જ રીતે યકૃતના રોગોનો પણ ઉપાય શોધો. છેવટે એલોપથી તો 200 વર્ષ જૂની છે 'યોગગુરૂએ એ પણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે, શું આ ચિકિત્સાને લગતી હૃદયની સમસ્યાઓની કોઈ બિન-સર્જરી સારવાર છે? તેણે પૂછ્યું, 'કોલેસ્ટરોલની સારવાર શું છે?'

વૃદ્ધાવસ્થાને અટકાવવા અને હિમોગ્લોબિન વધારવાનો કોઈ ઉપચાર છે

તેમણે પૂછ્યું, 'શું ફાર્મા ઉદ્યોગમાં માઈગ્રેનનો ઇલાજ છે?' યોગગુરૂએ પાર્કિન્સન જેવા વિવિધ રોગોનું નામ આપ્યું હતું અને તે જાણવા માગે છે કે, શું એલોપેથી કોઈ પીડા વિના વંધ્યત્વની સારવાર કરી શકે છે, શું તેમની પાસે વૃદ્ધાવસ્થાને અટકાવવા અને હિમોગ્લોબિન વધારવાની રીત છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાનના કહેવા પર બાબા રામદેવે વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું

એલોપથી એટલી સારી છે તો ડોકટરો બીમાર ન પડવું જોઈએ

તેમણે ટિપ્પણી કરી કે, 'જો એલોપથી એટલી સારી છે અને સર્વગુણ સંપન્ન છે તો ડોકટરોએ બીમાર ન પડવું જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને યોગગુરુ રામદેવના નિવેદનને 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને રવિવારે એલોપેથી વિશે યોગગુરુ રામદેવના નિવેદનને 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું હતું અને તેને પાછું ખેંચવાનું કહ્યું હતું, ત્યારબાદ રામદેવે નિવેદન પાછુ ખેંચી લીધું હતું.

ABOUT THE AUTHOR

...view details