ઉત્તરાખંડઃ એલોપેથીને લઈને અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહેતા યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર એલોપેથીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
એલોપેથી દવાને લઈને વિવાદાસ્પદ નિવેદન:આ વખતે હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવે એલોપેથિક દવાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હરિદ્વારની ઋષિ કુલ આયુર્વેદ કોલેજમાં ચાલી રહેલા આયુર્વેદ સેમિનાર દરમિયાન બોલતા સ્વામી રામદેવે કહ્યું છે કે જે રીતે મલ્ટી નેશનલ કંપનીઓને અમારા દ્વારા શીર્ષાસન કરાવવામાં આવી છે, તેવી જ રીતે એલોપેથીને પણ તેને જમીનમાં એટલે ઉંડે દાટી દઈશું કે શ્વાસ પણ નહિ લઈ શકે.
આ પણ વાંચો:Ramdev on Pakistan: બાબા રામદેવે પાડોશી દેશ પર ઠાલવ્યો ગુસ્સો
એલોપેથી બીમાર બનાવી રહી છેઃસ્વામી રામદેવે કહ્યું છે કે આયુર્વેદનું વર્તમાન અને ભવિષ્ય સ્વામી રામદેવ છે. એલોપેથી લોકોને વધુ બીમાર બનાવે છે. અમે કોરોનાની દવા પણ તૈયાર કરી હતી. એલોપેથિક કોરોનાની દવા હજુ સુધી શોધાઈ નથી. જો વિશ્વમાં 25% ફેટી લીવર છે, તો તેનું કારણ માત્ર અને માત્ર એલોપેથિક દવાઓ છે. હકીકતમાં એલોપેથીથી ઘણા લોકોની કિડની બગડી ગઈ છે.
આ પણ વાંચો:દેશમાં ગજવા-એ-હિંદ નહીં ચાલે, માથું-શરીર અલગ કરનારા માટે મોદી-શાહ પૂરતા છે
ઋષિકૂળ આયુર્વેદિક કોલેજમાં ચાલી રહેલ સેમિનારઃઉલ્લેખનીય છે કે રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઋષિકુલ આયુર્વેદિક કોલેજમાં ચાલી રહેલા આયુર્વેદિક વેટરનરી સેમિનારમાં ભાગ લેવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. આ દરમિયાન યોગ ગુરુ રામદેવ પણ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાં યોગ ગુરુ બાબા રામદેવે એલોપેથીને લઈને આ નિવેદન આપ્યું છે. બાબા રામદેવે સેમિનારમાં આવેલા વિદ્યાર્થીઓ અને યુવાનોને કહ્યું કે તેઓ પોતાના કામ પર ધ્યાન આપે. સફળતા ચોક્કસ મળશે. બાબા રામદેવે કહ્યું કે સેમિનારમાં હાજર ડોક્ટરોને ખરાબ ન લાગે. અમારી વાત સમજીને તમે પણ અમારા દરબારમાં આવશો.