- બાબા કા ઢાબાનું ઢાબા બંધ થયું
- કાન્તા પ્રસાદ અને ગૌરવ વાસન વચ્ચે થયો હતો વિવાદ
- કાન્તા પ્રસાદને મળી હતી આર્થિક મદદ
નવી દિલ્હીઃ બાબા કા ઢાબાનું નામ તો સાંભળ્યું જ હશે. જી હાં. ગયા વર્ષે યૂટ્યૂબર ગૌરવ વાસનના વ્લોગ પછી બાબા કા ઢાબા વાઈરલ થયું હતું. બાબા એટલે કે કાન્તા પ્રસાદને રોતા જોઈને તમામ લોકોનું દિલ પીઘળી ગયું હતું.
આ પણ વાંચો-'બાબા કા ઢાબા' કેસ : યુટ્યુબરે ઢાબાના માલિક પર માનહાનિનો આરોપ લગાવ્યો
વીડિયો પછી અનેક લોકોએ કાન્તા પ્રસાદને આર્થિક મદદ કરી હતી
વીડિયો પછી સેલિબ્રિટીઝ સહિત મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ કાન્તા પ્રસાદને આર્થિક મદદ પહોંચાડી રહ્યા હતા. મદદ પછી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. કાન્તા પ્રસાદે તેમને ફેમસ કરનારા યુટ્યૂબર ગૌરવ વાસન પર જ કેસ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે પોતાનો ધંધો વધારતા એક રેસ્ટોરાં પણ શરૂ કર્યું હતું, પરંતુ હવે કાન્તા પ્રસાદે પોતાનું રેસ્ટોરાં બંધ કરી દીધું છે.
આ પણ વાંચો-'બાબા કા ઢાબા 'ના માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા, ફેમસ કરનાર યૂટૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ખર્ચને પહોંચી ન વળતા રેસ્ટોરાં બંધ કરાયું
કમાણી ન થવાના કારણે કાન્તા પ્રસાદે 15 ફેબ્રુઆરીએ ઢાબા બંધ કરી દીધું હતું અને ત્યારબાદ કોરોનાના કારણે દિલ્હીમાં લૉકડાઉન થયું હતું. ઢાબામાં જ્યાં કાન્તા પ્રસાદ અને તેમના પત્ની પોતે જમવાનું બનાવતા હતા. ત્યારે રેસ્ટોરાંમાં તેઓ કાઉન્ટર પર બેસવા લાગ્યા હતા. 2 કારીગર અને એક હેલ્પરને કામ પર રાખ્યા હતા. તેઓ પોતાના બંને કારીગરોને 36,000 રૂપિયા અને હેલ્પરને 10,000 અને 25,000નું ભાડું આપતા હતા. જોકે, પાણી બીલની સાથે કુલ ખર્ચ 1 લાખ રૂપિયા આવતો હતો. જ્યારે તેમની આવક 50,000 રૂપિયા હતી. એટલે તેઓ ખર્ચને પહોંચી ન વળતા આખરે રેસ્ટોરાં બંધ કરી દીધું હતું.