અમદાવાદ: રશિયાથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. જે બાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. ગોવા આવવા માટે રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી Azure એરલાઈન્સનું પ્લેન ટેકઓફ થયું હતું. પરંતુ વચ્ચે તેમને સુરક્ષા સંબંધિત એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ ઉતાવળમાં ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી છે.
થોડા દિવસ પહેલા પણ બની હતી આવી જ ઘટના: 11 દિવસમાં રશિયન એરલાઈન્સ એઝુરની ફ્લાઈટ સાથે આ બીજી ઘટના છે. અગાઉ 9 જાન્યુઆરીની મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. ઈ-મેલને ગંભીરતાથી લેતા ગોવા એર ટ્રાફિક કંટ્રોલે તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને તેને નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા કહ્યું. જે બાદ એટીસીએ વિમાનના પાયલોટને જામનગરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સૂચના આપી હતી.
આ પણ વાંચોખેલ પ્રધાન દ્વારા દેખરેખ સમિતિની રચનાની ખાતરી આપ્યા બાદ કુસ્તીબાજોનો વિરોધ સમાપ્ત થયો