ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી અઝહરૂદ્દીનને હટાવાયા - કારણ દર્શક નોટિસ

એપેક્સ કાઉન્સિલે અઝહરૂદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદથી હટાવી દીધા છે. આ પહેલા કાઉન્સિલે તેમની સામે કારણ દર્શક નોટિસ પણ જાહેર કરી હતી. એચસીએ એપેક્સ કાઉન્સિલે અઝહરને અન્ય રાજ્ય ક્રિકેટ એસોસિએશન સામે પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવા અને એચસીએ નિયમો સામે નિર્ણય લેવા જેવા કારણો માટે કારણ દર્શક નોટિસ જાહેર કરી હતી.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી અઝહરૂદ્દીનને હટાવાયા
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી અઝહરૂદ્દીનને હટાવાયા

By

Published : Jun 17, 2021, 1:44 PM IST

  • પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનને લાગ્યો ઝટકો
  • અઝહરૂદ્દીનને HCAના અધ્યક્ષ પદ પરથી હટાવાયા
  • અઝહરૂદ્દીનને કારણદર્શક નોટિસ જાહેર કરાઈ હતી

હૈદરાબાદઃ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના એપેક્સ કાઉન્સિલે અઝહરૂદ્દીનને એચસીએના અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. આ સાથે જ કહ્યું છે કે, અઝહર સામે લંબાવવામાં આવેલો વિવાદ જ્યાં સુધી ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ HCAથી દૂર રહેશે.

આ પણ વાંચો-રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં હટાવી કોકો-કોલાની બોટલ્સ, કંપનીને થયું 4 અરબ ડૉલરનું નુકસાન

અઝહરે નિયમોથી વિરૂદ્ધ કામ કર્યું હોવાનો આક્ષેપ

એપેક્સ કાઉન્સિલે કહ્યું હતું કે, અઝહરૂદ્દીન સામે સભ્યોની ફરિયાદ પર વિચાર કર્યા પછી આ મહિને ઉચ્ચ પરિષદની બેઠકમાં કારણદર્શક નોટિસ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અઝહરે નિયમોથી વિરૂદ્ધ કામ કર્યું છે. આ સાથે જ કાઉન્સિલે એચસીએમાં અઝહરૂદ્દીનની સભ્યતા રદ કરી દીધી છે. આ પહેલા એપેક્સ કાઉન્સિલે અઝહર સામે કારણદર્શક નોટિસ જાહેર કરી હતી. અઝહરને કારણદર્શક નોટિસ જાહેર કરનારી ઉચ્ચ પરિષદે જાહેરાત કરી હતી કે, એચસીએમાં અઝહરની સભ્યતા રદ કરી રહી છે. આ સાથે જ તેઓ તેમને સસ્પેન્ડ કરે છે. કારણ કે, અઝહરૂદ્દીન સામે મામલો લંબાયેલો છે.

આ પણ વાંચો-Tokyo Olympics 2021 : જીંદની યુવા મહિલા કુસ્તીબાજથી દેશને ઘણી આશા

અઝહરે નાણાકીય જવાબદારીઓના નિર્વહનમાં અડચણ નાખવાનો પ્રયાસ કર્યો હતો

અઝહર સામે મુખ્ય ફરિયાદ એ છે કે, તેમને એચસીએના કામકાજમાં અડચણ નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પર આરોપ છે કે, HCAના બેન્ક એકાઉન્ટ કે જે કેનરા બેન્કથી સંચાલિત હોય છે. તેઓ ત્યાં જાણી જોઈને એચસીએની તમામ લેવડદેવડ રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ એપેક્સ કાઉન્સિલના નાણાકીય જવાબદારીઓના નિર્વહનમાં પણ અડચણ નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એપેક્સ કાઉન્સિલે કહ્યું હતું કે, અઝહરમાં અનુશાસન હતી. તે એસચીએ અને ક્રિકેટ હિતો વિરૂદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details