અમદાવાદઃકેન્દ્ર સરકારે સ્વાતંત્ર્ય દિવસ પહેલા દેશવાસીઓને નવી ભેટ આપી છે. કારણ કે, 15મી ઓગસ્ટ સુધી દેશના તમામ હેરિટેજ સાઈટ પર તમામ પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ (Free Entry in Heritage Sites) આપવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત હવે ગુજરાતના ચાર ઐતિહાસિક હેરિટેજ સ્થળો (Four historical heritage sites of Gujarat) જેવા કે, ચાંપાનેર, રાણ કી વાવ (Patan Heritage Ran Ki Vav), અમદાવાદ શહેરમાં આવેલા સ્થાપત્યો અને ધોળાવીરામાં 15 ઓગસ્ટ સુધી કોઈ એન્ટ્રી ફી ચૂકવવી નહીં પડે.
ચાંપાનેર અંગે માહિતી -અત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર (Panchmahal Heritage Sites Champaner) એ ગુજરાતનું પ્રથમ અને દેશનું 26મું હેરિટેજ સ્થળ છે. વર્ષ 2004માં ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ થયો હતો. કહેવાય છે કે, ઈ.સ. 1484માં મહંમદ બેગડાએ ચૌહાણ રાજા જયસિંહને હરાવીને ચાંપાનેર જીતી લીધું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી. આ સ્થળ ભલે દૂર આવેલું હોય તેમ છતાં અહીંની સુંદરતાને નીહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
આ પણ વાંચો :ઐતિહાસિક નિર્ણય : તાજ મહેલથી લઈને આ મોટા સ્મારકો પર જતા પહેલા આ જાણજો...
રાણ કી વાવ -ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણ કી વાવ (Patan Heritage Ran Ki Vav) પાટણમાં આવેલી છે, જેનો ઈતિહાસ 900 વર્ષ કરતા પણ જૂનો છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ હેરિટેજ સાઈટની મુલાકાતે આવે છે. વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી હતી. અહીણવાડ પાટણમાં સોલંકી વંશના ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા આ વાવ બંધાવી હતી. આ વાવમાં કુલ 7 માળ છે. જ્યારે આ વાવની ફરતે દેવી દેવતા અને અપ્સરાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.