ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓળખો છો આ ગુજરાતી મહિલા સ્વતંત્રતા સેનાનીને, નાનપણથી જ દેશસેવામાં જોડાયા - Saluting Bravehearts

દેશના સ્વતંત્રતા સંગ્રામની (Freedon Fighter Usha Mehta) જ્યારે પણ વાત થાય ત્યારે એમાં ગુજરાતનું પ્રદાન કોઈ દિવસ અવગણી ન શકાય. એમાં પછી સરદાર પટેલનો ફાળો હોય કે, ઈન્દુલાલ યાજ્ઞિક. પણ આ યાદીમાં ઉષાબેન મહેતાનું નામ પણ એક અનોખા આદર સાથે લેવામાં આવે છે. જોઈએ એમની સેવાયાત્રા

ઓળખો છો આ ગુજરાતી મહિલા સ્વતંત્રતા સેનાનીને, નાનપણથી જ દેશસેવામાં જોડાયા
ઓળખો છો આ ગુજરાતી મહિલા સ્વતંત્રતા સેનાનીને, નાનપણથી જ દેશસેવામાં જોડાયા

By

Published : Aug 9, 2022, 11:58 AM IST

Updated : Aug 9, 2022, 12:57 PM IST

હૈદરાબાદ: ઉષા મહેતા (25 માર્ચ 1920-11 ઑગસ્ટ 2000) એ એક ગાંધીવાદી (Gandhivadi Usha Mehta) સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા હતા. ઈ.સ 1942 ના ભારત છોડો (Free India Movement) આંદોલન સમયે તેમણે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના છૂપા કે ભૂમિગત રેડિયો ચલાવવામાં યોગદાન આપ્યું હતું. ઈસ. 1998માં ભારત સરકારે તેમને ભારતનો બીજો સૌથી ગૌરવશાળી પુરસ્કાર, પદ્મવિભૂષણનો (Padmavibhushan India Government) ખિતાબ આપ્યો હતો. ઉષા મહેતાનો જન્મ નવસારી જિલ્લાના સરસ (ઓલપાડ) ગામમાં થયો હતો. તેમણે તેમની 5 વર્ષની ઉંમરે ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં જતા જોયા હતા. ત્યાર બાદ અમુક સમય પછી, તેમના ગામ નજીક ગાંધીજીએ એક શિબિર યોજી હતી, તેમાં ઉષા મહેતાએ ભાગ લીધો હતો અને થોડું કાંતણ શીખ્યા હતા.

આ પણ વાંચો: શું તમે જાણો છો, કાળુ લસણ સ્વાસ્થ્ય માટે છે કેટલું ફાયદાકારક...

કમિશન વિરોધી પદયાત્રા: ઈ.સ 1928માં તેમણે સાયમન કમિશન વિરોધી પદયાત્રામાં ભાગ લીધો. "સાયમન રદ્દ કરો" નું એલાન કર્યું. તેઓ અન્ય બાળકો સાથે પ્રભાતફેરી અને પિકેટિંગ કરવામાં ભાગ લેતા. આવા એક વિરોધ પ્રદર્શન સમયે ભારતીય ધ્વજ ધરીને ચાલતી એક બાલિકાને પોલીસે લાઠી મારતા તે ધ્વજ સહિત પડી ગઈ. આ વાત બાળકોએ તેમના માતા-પિતાઓને કહી. માતા પિતાઓએ બાળકોને ત્રિરંગા ધ્વજના વસ્ત્રો પહેરાવી ફેરીઓમાં મોકલ્યા. આ રંગના વસ્ત્રો પહેરી બાળકોએ પોલીસને પડકાર ફેંક્યો કે "પોલીસ, તમે તમારી લાઠીઓ મારી શકશો પણ મારા ધ્વજને નીચે નહીં ઉતારી શકો."

પિતા જજ હતા:ઉષા મહેતાના પિતાજી બ્રિટિશ રાજ્યના ન્યાયાલયમાં ન્યાયાધીશ હતા. આથી તેમણે ઉષાના સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાને ઉત્તેજન ન આપ્યું. પણ 1930માં પિતાજી સેવા નિવૃત થતા આ મર્યાદા સમાપ્ત થઈ. ઈ.સ. 1932માં ઉષાબેનનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. આથી તેમને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાના વધુ અવસરો મળ્યા. તેઓ અન્ય બાળકો સાથે મળી ગુપ્ત ચોપાનિયાઓ વહેંચતા, જેલવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સગા વહાલાંઓને મળવા જતાં અને તેમન સુધી સંદેશાઓ પહોંચાડતા. ઉષાના જીવન પર ગાંધીજીનો ઘણો જ પ્રભાવ હતો.

આ પણ વાંચો: નિયત એન્ટીડિપ્રેસન્ટ્સ સાથે અમુક ઓપિયોઇડ્સ લેવાથી થઈ શકે છે આડઅસર...

ગાંધીને અનુસર્યા:આગળ જતાં તેઓ ગાંધીવાદી બન્યા. તેમણે શરૂઆતમાં જ આજીવન બ્રહ્મચારી રહીને સંયમી જીવન જીવવાનો નિર્ણય લીધો. તેમણે ગાંધી જીવન ચર્યા અપનાવી અને તેઓ હંમેશાં ખાદી પહેરતા. તેમણે સર્વ વૈભવ વિલાસ ત્યાગ કર્યો હતો. સમય જતાં તેઓ પ્રખર ગાંધીવાદી વિચારધારાના સમર્થક તરીકે ઉભરી આવ્યા. ઉષાબેનનો શરૂઆતી શાળાકીય અભ્યાસ ખેડા અને ભરૂચમાં થયો ત્યાર બાદનો અભ્યાસ તેમણે ચંદારામજી હાઈસ્કુલ, મુંબઈમાં કર્યો. તેઓ અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થિની હતા.

વિલ્સન કૉલેજ: 1935ની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં તેઓ તેમના વર્ગના ટોચના 25 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા હતા. તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાં અભ્યાસ ચાલુ કર્યો અને 1939માં પ્રથમ વર્ગમાં તત્વજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. ત્યાર બાદ તેમણે કાયદાનો અભ્યાસ ચાલુ કર્યો, પણ 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લેવા તે અભ્યાસ છોડી દીધો. 22 વર્ષની ઉંમરે તેઓ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સંપૂર્ણ રીતે સક્રીય બન્યા.

Last Updated : Aug 9, 2022, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details