ન્યૂઝ ડેસ્ક દેશમાં અનેક એવી સંસ્થાઓ છે જે સરકારની સાથે રહી તો કામ કરે જ છે. પણ પોતાના એક અલગ Non Government Organization અંદાજથી પણ કામ કરી રહી છે. કોઈ સંસ્થાએ બાળકોનું જીવન Child Care NGO in India બદલ્યું છે. તો કોઈએ અંધશ્રદ્ધા સામે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અપીલ કરી છે. તો કેટલીક સંસ્થા એવી છે જેમણે રક્તના અભાવે પીડિતા દર્દીઓને Blood Donor Organization નવજીવન આપ્યું છે. જોઈએ આવી સંસ્થાઓની પ્રવૃતિઓનો એક ખાસ અહેવાલ
આ પણ વાંચો શું આપ જાણો છો પ્રથમ છ માસ બાળકને સ્તનપાન કરાવવું કેમ જરુરી છે
રેડ ક્રોસ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ એન્ડ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ રેડ એટલે કે, રેડ ક્રોસ. હેન્રી ડૂનન્ટના જન્મદિવસ તારીખ 8 મે ને ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે તરીકે મનાવવામાં આવે છે. જે સંસ્થા જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે દિવસ અને રાત તૈયાર રહે છે. દર વર્ષે જુદી જુદી થીમ અંતર્ગત ઉજવણી કરે છે. નવા નવા લોકોને પોતાની સાથે જોડે છે. વર્ષ 1901માં આ સંસ્થાના સ્થાપક હેન્રી ડૂનન્ટને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. ભારત દેશને આઝાદી મળી એ પછીના એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ ડેની પ્રથમ વખત ઉજવણી કરાઈ હતી.
માનવસેવા ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ ક્રિસેન્ટ સોસાયટી જેના મૂળમાં કુલ પાંચ દેશ છે. આ સંસ્થાનો મૂળ હેતું લોકોને રક્તદાન કરવા માટે પ્રેરવાનો છે. હજું પણ ઘણા લોકોમાં રક્તદાનને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. જે ખોટી માન્યતાનું ખંડન કરીને તે યુવાનોને રક્તદાન કરવા માટે પ્રેરે છે. રેડ ક્રોસનું હેડક્વાર્ટર વોશિંગ્ટન DCમાં છે. પણ ભારતમાં રહીને આ સંસ્થાએ ઘણું મોટું કામ કર્યું છે. ઘણા લોકોને રક્તદાન કરી જીવન બચાવ્યું છે. આ ઉપરાંત માનવસેવાના કાર્યો અને હોસ્પિટલમાં સ્ટાફ આપવાનું પણ કામ કરે છે.
આ પણ વાંચો લાંબા સમય સુધી કોવિડથી સંક્રમિત લોકો માટે કઈ સારવાર છે બેસ્ટ
ક્રાય CRY એ એક બિન-સરકારી સંસ્થા છે જે બાળકોના જન્મને ધ્યાનમાં લીધા વિના સમાનતા, ન્યાય અને પ્રતિષ્ઠાનું વચન આપતા સમાજનું નિર્માણ કરવા બાળકોના અધિકારોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. તે દિલ્હીની ટોચની સંસ્થાઓમાં સામિલ છે. CRY હજારો વંચિત બાળકોના ઉત્થાન માટે સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે. CRY તમામ સ્તરે કામ કરે છે જેમાં અભિયાન જાગૃતિ ફેલાવવી પ્રત્યક્ષ કાર્યવાહી અને પોલીસી ફેરફારનો સમાવેશ થાય છે. તેઓ તંદુરસ્ત સુખી અને સર્જનાત્મક બાળપણ સુનિશ્ચિત કરવા માટે તેમનો સમય અને ભંડોળ બંને સમર્પિત કરે છે.
30 લાખથી વધુ બાળકોઆ સંસ્થાનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. પણ હવે દેશના દરેક મહાનગરમાં આ સંસ્થા કામ કરી રહી છે. સંસ્થાની શરૂઆત 1979માં એર ઈન્ડિયાના પર્સર રિપન કપૂર દ્વારા કરવામાં આવી હતી. CRY ભારતમાં 19 રાજ્યોમાં 99 ગ્રાસરુટ પ્રોજેક્ટ્સ સાથે કામ કરે છે. તેણે 30 લાખથી વધુ બાળકોના જીવનને બદલવામાં સિંહફાળો આપ્યો છે. CRY માતા-પિતા, શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તાઓ, સમુદાયો, જિલ્લા અને રાજ્ય-સ્તરની સરકારો તેમજ બાળકો સાથે કામ કરીને બાળકોની જરૂરિયાતોને સંતોષે છે. આ સંસ્થા પાયાના સ્તરે વર્તણૂકો અને પ્રથાઓને બદલવા અને પ્રણાલીગત સ્તરે જાહેર નીતિને પ્રભાવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના મુદ્દે સંસ્થા કામ કરે છે.
આ પણ વાંચો શું તમે જાણો છો, લવિંંગ આરોગ્ય માટે કેટલું છે ફાયદાકારક...
અક્ષય પાત્ર ફાઉન્ડેશનઅક્ષય પાત્ર ફાઉન્ડેશન એ ભારતમાં એક બિન-સરકારી સંસ્થા છે. જે દેશના 12 રાજ્યોની 14702 શાળાઓમાં લગભગ 17 લાખ શાળાના વિદ્યાર્થીઓને મફત ભોજન પૂરું પાડે છે. આ સંસ્થાનું નામ ડિસેમ્બર 2009 માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં અંકિત કરવામાં આવ્યું છે અને સામાજિક ક્ષેત્રમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે CNBC દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. કર્ણાટકના ગ્રામીણ વિસ્તારના ગરીબ બાળકોને મદદ કરવા માટે વર્ષ 2000માં આ સંસ્થાની રચના કરવામાં આવી હતી. ધીમે ધીમે રાજ્ય સરકાર અને કોર્પોરેટ જગતની મદદથી આ સંસ્થાએ 7 રાજ્યોમાં પોતાની ઓળખ બનાવી છે.
હેતુઆ સંસ્થાનો હેતુ એ છે કે દેશમાં કોઈ પણ ગરીબ બાળક ભૂખના કારણે ભણવાનું છોડી દે નહીં. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને તેમણે માત્ર દૂરના ગ્રામ્ય વિસ્તારોને જ પ્રાથમિકતા આપી છે. હાલમાં આ સંસ્થા કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢમાં ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓને ભોજન પૂરું પાડે છે. ગુજરાતમાં 1 લાખ 50 હજાર, રાજસ્થાનમાં 1 લાખ 30 હજાર, બેંગ્લોરમાં 2 લાખ 30 હજાર, હુબલીમાં 1 લાખ 81 હજાર વિદ્યાર્થીઓને ભોજન આપે છે.
ગર્ભવતી મહિલા માટે બેંગ્લોરમાં 3 હજાર ગર્ભવતી મહિલાઓ પણ આ કાર્યક્રમનો લાભ લઈ રહી છે. વિદ્યાર્થી દીઠ ભોજનનો ખર્ચ રૂ.5માંથી રૂ.3 સરકાર ઉઠાવી રહી છે અને બાકીની રકમ બેંગ્લોરના ઇસ્કોન મંદિરમાં દાનમાં આપવામાં આવી રહી છે, ઉપરાંત ઉદ્યોગ સાહસિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
જનવિજ્ઞાન જાથા ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ઘણી ખોટી માન્યતાઓને લોકો અનુસરે છે. જેની સામે લોકોને વૈજ્ઞાનિક અભિગમ આપવાનું કામ જન વિજ્ઞાન જાથા કરે છે. જે ખોટા પાખંડો અને ધતિંગોને ખુલ્લા પાડે છે. લોકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે આ સંસ્થા બાળકોથી લઈને મોટા લોકોને જાગૃત કરે છે.