- ભારત આઝાદીના 75મા વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે
- દેશને આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓને બલિદાનને યાદ કરવામાં આપણે ગર્વ અનુભવીએ છીએ
- આ સમયે વારાણસીના ભારત માતા મંદિરનો કોઈ ઉલ્લેખ ન થાય તો કંઈ અધૂરું રહી જાય
ન્યૂઝ ડેસ્કઃ સૌ કોઈ જાણે છે કે, 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આજે આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા છે. સરકારે ભારતના ગૌરવશાળી ઈતિહાસને લોકો સુધી લઈ જવા 'આઝાદીનો અમૃત મહોત્સવ'(Azaadi Ka Amrit Mahotsav) શરૂ કર્યો છે. દેશના 75મા સ્વતંત્રતા દિવસ પર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને અમે તેમના મહાન કથાનકો યાદ કરાવતાં ગર્વ અનુભવીએ છીએ. એવી એક મહાન ગાથા છે. ધર્મનગરી વારાણસીના તે અદ્ભુત મંદિરની, જેને લોકો ભારત માતા મંદિર (Bharat Mata Temple )તરીકે ઓળખે છે.
આ ભવ્ય મંદિરની અંદર વર્ષ 1917ના અખંડ ભારતનો અદભૂત 3D નકશો છે
કહેવા માટે તો આ મંદિર છે, પરંતુ અંદર પ્રવેશ્યા પછી તમને ન તો કોઈ મૂર્તિ મળશે કે, ન તો કોઈ ભગવાનનો ફોટો. કારણ કે, આ ભવ્ય મંદિરની અંદર વર્ષ 1917ના અખંડ ભારતનો અદભૂત 3D નકશો છે. આ નકશામાં કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનને એક સંયુક્ત ભારત તરીકે દર્શાવવામાં આવ્યું છે. વારાણસીની ધરાતલ પર સ્થિત આ ભવ્ય મંદિર નિર્માણ કળાનું અદ્ભૂત ઉદાહરણ છે. આ મંદિરમાં ઉપયોગમાં લેવાયેલા લાલ પથ્થર, મકરાણા આરસ અને અન્ય બાંધકામ સામગ્રી આ મંદિરને વધુ ભવ્ય બનાવી દે છે. વર્ષ 1917 પછી આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ"Azadi Ka Amrut Mahotsav" અંતર્ગત પોરબંદર પોસ્ટ વિભાગે શામળદાસ ગાંધીનું પોસ્ટલ કવર બહાર પાડ્યું