- કોરોના સામે લડવા આયુર્વેદ મહત્ત્વનો ઉપાય સાબિત થયોઃ પીએમ
- કોરોના કાળમાં આયુર્વેદિક ઉત્પાદનોની માગમાં વધારો થયોઃ PM
- આ વખતે આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષઃ મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, કોરોનાના ઉપાયમાં આયુર્વેદ એ મહત્ત્વનો ઉપાય સાબિત થયો છે. 21મી સદીનું ભારત ધાર્મિક રીતે વિચારે છે. કોરોનાથી જોડાયેલા આર્થિક પાસાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું, કોરોના કાળમાં આયુર્વેદિક ઉત્પાદનોની માગ વધી છે. આ વખતે આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષ છે. આયુર્વેદ ભારતનો વારસો છે, જેનો વિસ્તાર થવાથી માનવજાતિનું કલ્યાણ થશે. આજે બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં પણ આયુર્વેદ સામેલ છે. બદલાતા સમયની સાથે આજે દરેક વસ્તુ એકીકૃત થાય છે. સ્વાસ્થ્ય પણ આનાથી અલગ નથી. આ વિચાર સાથે દેશ આજે ઈલાજની અલગ અલગ પદ્ધતિના એકીકરણ માટે એક પછી એક મહત્ત્વપૂર્ણ પગલાં ઊઠાવી રહ્યું છે. આ વિચારને આયુષે દેશની આરોગ્ય નીતિનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યો છે.
પૌરાણિક ચિકિત્સક જ્ઞાન-વિજ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાનથી જોડવામાં આવ્યું
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું, ભારત પાસે આરોગ્યને લઈને કેટલો મોટો વારસો છે તે સત્ય સાબિત થયું છે, પરંતુ આ પણ એટલું જ સત્ય છે કે આ મોટા ભાગનું જ્ઞાન પુસ્તકોમાં, શાસ્ત્રોમાં રહ્યું છે અને થોડું ઘણું દાદી-નાનીના નુસ્ખાઓમાં. આ જ્ઞાનને આધુનિક આવશ્યકતાઓ અનુસાર વિકસિત કરવું આવશ્યક છે. દેશમાં હવે આપણા પૌરાણિક ચિકિત્સક જ્ઞાન-વિજ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાનથી મળતી જાણકારી સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા જ આપણા ત્યાં અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાની સ્થાપના થઈ હતી. કહેવાય છે કે કદ વધે ત્યારે જવાબદારી પણ વધે છે. આજે જ્યારે આ બે મહત્ત્વપૂર્ણ સંસ્થાનું કદ વધી રહ્યું છે તો મારો એક આગ્રહ પણ છે. હવે તમારા બધા પર આવા પાઠ્યક્રમ તૈયાર કરવાની જવાબદારી છે, જે આંતરરાષ્ટ્રીયના અનુકૂળ અને વૈજ્ઞાનિક ધોરણોને અનુરૂપ હોય.
જામનગર સ્થિત આઈટીઆરએસ પારંપરિક દવાના ક્ષેત્રમાં અનુસંધાન કાર્યમાં અગ્રેસર
આની પહેલા આયુષ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, બંને સંસ્થા દેશમાં આયુર્વેદની પ્રતિષ્ઠિત સંસ્થા છે. જામનગરના આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાને સંસદના કાયદાના માધ્યમથી રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને યુનિવર્સિટી અનુદાન ગ્રાન્ટ કમિશન દ્વારા માનદ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય 2016થી જ ધન્વંતરિ જયંતીના અવસરે દરેક વર્ષે આયુર્વેદ દિવસ ઊજવે છે. મંત્રાલય અનુસાર, સંસદના કાયદાથી હાલમાં બનેલા જામનગરના આઈટીઆરએસ વિશ્વ સ્તરે સ્વાસ્થ્ય દેખરેખ કેન્દ્રના રૂપમાં ઊભરી આવશે. તેમાં 12 વિભાગ, ત્રણ ક્લિનિકલ પ્રયોગશાળા અને 3 અનુસંધાન પ્રયોગશાળા છે. જામનગર સ્થિત આઈટીઆરએસ પારંપરિક દવાના ક્ષેત્રમાં અનુસંધાન કાર્યમાં અગ્રેસર છે. અહીં અત્યારે 33 પરિયોજના ચાલી રહી છે. આઈટીઆરએને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પરિસરના ચાર આયુર્વેદિક સંસ્થાએ મળીને બનાવ્યું છે. તે આયુષના ક્ષેત્રમાં પહેલી સંસ્થા છે, જેને આઈએનઆઈનો દરજ્જો મળ્યો છે.