- અયોધ્યામાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ
- દિપોત્સ આયોજન સમિતિએ 6,06,569 દિપક પ્રગટાવી બનાવ્યો રેકોર્ડ
- રેકોર્ટ બનાવવામાં 10,000 વોલિન્ટિયર્સે આપ્યો સાથ
અયોધ્યાઃએક વખત ફરી દિપોત્સવ આયોજન સમિતિએ એક સાથે વધુ દિવડા પ્રગટાવવાનો પોતાનો રેકોર્ડ તોડી 5 લાખ 84 હજાર 572 દીપ શ્રૃંખલા પ્રગટાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
દિપક પ્રગટાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ
રામ નગરી અયોધ્યામાં આયોજીત 'દિવાળી 2020' કાર્યક્રમ એક ઐતિહાસીક ક્ષણનો સાક્ષી બન્યો છે. એક વખત ફરી દિપોત્સવ આયોજન સમિતિએ એક સાથે વધુ દિપક પ્રગટાવવાનો પોટાનો રેકોર્ડ તોડી 6,06,569 દિપક પ્રગટાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
44,426નો રેકોર્ડ તૂટ્યો
વર્ષ 2017માં જ્યારે અયોધ્યામાં દિપોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી દરેક વર્ષે દિવડાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે જ્યારે 44,426 દિપક પ્રગટાવવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે એક નવો રેકોર્ડ બનાવી ડૉ.રામ મનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલયના અંદાજે 10,000 વોલિન્ટિયર્સે એક સાથે 6,06,567 દિપક પ્રગટાાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
CM યોગીએ શુભેચ્છા પાઠવી
અયોધ્યામાં આ અદભુત આયોજનમાટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આયોજન સમિતિને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. CM યોગીએ કહ્યું કે, આ વર્ષે ભગવાન રામના મંદિરના નિર્માણની સાથે આ આયોજનને ભવ્યતા મળી છે.