નવી દિલ્હી સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી (budget news) શરૂ થઈ શકે છે. સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે. બજેટ સત્ર અંગે પ્રાપ્ત માહિતી મુજબ બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023 પહેલા નિવેદન આપ્યું છે. કહ્યું કે હું મધ્યમ વર્ગમાંથી છું અને હું તેમના પ્રેશર સારી રીતે જાણું છું. એટલા માટે મોદી સરકાર સતત તેમના ફાયદા માટે ઘણી વસ્તુઓ કરી રહી છે, જે ભવિષ્યમાં પણ ચાલું રહેશે. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી.
આવકવેરાના સ્લેબકાર્યક્રમને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તેથી મધ્યમ વર્ગ પર કોઈ નવો કર લાદ્યો નથી. તમને જણાવી દઈએ કે તારીખ 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન લોકસભામાં કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે નાણાકીય વર્ષ 2023-24માં સરકાર આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કરશે. જેના કારણે સામાન્ય લોકોને રાહત મળશે.
આ પણ વાંચો 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ