ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે - જમ્મુ કાશ્મીર પોલીસ

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા (Awantipora encounter Two terrorists killed) એન્કાઉન્ટરમાં પોલીસ અને સુરક્ષા દળોની ટીમ દ્વારા 2 આતંકવાદીઓને ઠાર મરાયા છે. આતંકીઓ પાસેથી 2 એકે 47 રાઈફલ મળી આવી છે.

જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે
જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે

By

Published : May 31, 2022, 8:15 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં (Awantipora encounter Two terrorists killed) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત્રે 2 આતંકીઓને ઠાર કર્યા છે. હકીકતમાં, અવંતિપોરામાં એન્કાઉન્ટર બંધ થઈ ગયું હતું અને પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ રાજપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન મોડી રાત્રે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું જેમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો:દુર્ગાની મૂર્તિએ બ્રિટનમાં ડંકો વગાડ્યો, બંગાળના કલાકારની ખ્યાતિ દુનિયાએ વખાણી

IG કાશ્મીર વિજય કુમાર : જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. આતંકીઓ પાસેથી 2 AK-47 રાઈફલ્સ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથેર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે થઈ છે. IG કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, આતંકવાદી શાહિદ એક મહિલાની હત્યા અને અન્ય આતંકવાદી ગુનાઓ ઉપરાંત લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો:Drugs Cruise Case : NCB મુંબઈના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે :મળતી માહિતી મુજબ શરૂઆતી ગોળીબાર બાદ ફાયરિંગ બંધ થઈ ગયું હતું, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ રાજપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જે દરમિયાન ફાયરિંગ શરૂ થયું. જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details