દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાએ આજે ડેનમાર્કને 1-0થી હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું છે.(AUSTRALIA VS DENMARK) આ પહેલા તે 2006માં માત્ર એક જ વાર નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચ્યો હતો.
મેથ્યુ લેકીએ ઓસ્ટ્રેલિયાને 1-0ની લીડ અપાવી :મેથ્યુ લેકીએ ડેનમાર્ક સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી હતી. ઓસ્ટ્રેલિયા માટે લેકીએ 60મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. આ ગોલ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ ટુમાં પહોંચી ગઈ છે.
હાફ ટાઈમ સુધી ગોલ થયો ન હતો:ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાફ ટાઈમ મેચ પૂરી થઈ ગઈ હતી. (FIFA WORLD CUP 2022 )બંને ટીમો એક પણ ગોલ કરી શકી નથી. પરંતુ ડેનમાર્કને કોઈપણ સંજોગોમાં જીતવું જરૂરી હતુ. હાફ ટાઇમ સુધી સ્કોર 0-0 છે.