ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICC World Cup 2023: સતત સાતમી જીત તરફ આગળ વધી રહ્યું છે ઓસ્ટ્રેલિયા - વાનખેડે

અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં હરફનમૌલા ગ્લેન મેક્સવેલના 201 રનની તોફાની બેટિંગ બાદ ઓસ્ટ્રેલિયા નબળા હરિફ બાંગ્લાદેશ સામે જીતીને લીગ સ્ટેજની મહત્વપૂર્ણ મેચ જીતવા માંગે છે. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા 7મી જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

સતત સાતમી જીત તરફ આગળ વધી રહ્યું છે ઓસ્ટ્રેલિયા
સતત સાતમી જીત તરફ આગળ વધી રહ્યું છે ઓસ્ટ્રેલિયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 9:53 AM IST

પુણેઃ આઈસીસી વર્લ્ડ કપની શનિવારની મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ રમાવવાની છે. પુણે શહેરની બહારના વિસ્તાર ગહુંજેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે.

ઓસ્ટ્રેલિયા પહેલેથી જ સેમિફાઈનલમાં ક્વાલિફાઈ કરી ચૂક્યું છે. તે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા સામે ટકારશે. બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેથી આ મેચના પરિણામની કોઈ મોટી અસર થવાની નથી.

જો કે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 91/7ના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. શનિવારે બેટિંગ માટે શ્રેષ્ઠ ટ્રેક પર ઓસ્ટ્રેલિયા માટે રમવું સરળ રહેશે કારણ કે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન ઈજાને કારણે મેચમાંથી બહાર છે. ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુસચેંજ જેવા પ્લેયર્સ બાંગ્લાદેશના આક્રમણને ખાળવા ખૂબ જ ઉત્સુક છે. જો શનિવારની મેચમાં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ સેમિફાઈનલમાં રમાતી રમત રમશે તો બાંગ્લાદેશના બોલર્સના હાલ હવાલ થઈ જશે.

કેપ્ટન પેટ કમિંસના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમના બોલર્સની મનોદશા પણ આવી જ છે. તેઓ ઈબ્રાહિમ જાદરાનને કરેલી ધોલાઈ ભૂલવા માંગે છે. જેઓ વર્લ્ડ કપમાં સેન્ચ્યુરી ફટકારનાર પહેલા અફઘાનિસ્તાન બેટ્સમેન બન્યા અને ફરીથી પરત ફર્યા.

ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ જમ્પાની ભૂમિકા મહત્વની રહેશે. જ્યારે કેપ્ટનને સારા પ્રદર્શનની આશા રાખી છે ત્યારે આ સ્પીનરે હંમેશા સારુ પ્રદર્શન કર્યુ છે. મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સની સાથે સાથે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ, જમ્પા અને મેક્સવેલ પણ બોલિંગ કરી શકે છે. આ પ્લેયર્સ બાંગ્લાદેશના ટોપ અને મિડલ ઓર્ડરને પડકાર આપવા તૈયાર છે.

ચેન્નાઈમાં ભારત અને લખનઉમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે શરુઆતની મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે પરિવર્તનની શરુઆત થઈ. આ બંને મેચમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાએ પાછુ વળીને નથી જોયું. સેમિફાઈનલમાં ક્વાલિફાઈ થયાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા પોતાની સાતમી જીત તરફ આગળ વધી રહ્યું છે.

શાકિબ અલ હસન અનુસાર બાંગ્લાદેશ માટે આ વર્લ્ડ કપ સૌથી ખરાબ રહ્યો હતો અને તે આ ટૂર્નામેન્ટમાં પોતાનો અંત શાનદાર પર્ફોર્મન્સ આપીને કરવા માંગે છે. જો કે આ પર્ફોર્મન્સ માટે તેમણે સંયુક્ત પ્રદર્શન કરવું પડશે. લિટનદાસ, મહમુદુલ્લાહ જેવા બેટ્સમેને મોટી ભૂમિકા ભજવવી પડશે અને રનનો ખડકલો કરવો પડશે. શાકિબની ગેરહાજરીમાં બોલિંગ થોડી નબળી જણાઈ રહી છે અને બોલર્સે આ મોકાનો ફાયદો લઈને શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરવું પડશે. ક્રિકેટ અનિશ્ચિતતાથી ભરેલ રમત છે પરંતુ અત્યારની સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનું પલડું બાંગ્લાદેશથી ભારે જણાય છે.

  1. ICC World Cup 2023: દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન સામેની મેચમાં જીત મેળવીને લીગ સ્ટેજને શાનદાર રીતે પૂર્ણ કરવા માંગે છે
  2. Cricket world cup 2023: સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવાની હોય તો આજે જ ટિકિટ બુક કરાવી લો

ABOUT THE AUTHOR

...view details