ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AUS vs ENG 3rd Ashes Test : હેરી બ્રુક અને ક્રિસ વોક્સની શાનદાર બેટિંગના કારણે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું - एशेज सीरीज 2023

ઈંગ્લેન્ડે હેડિંગ્લે ખાતે રમાયેલી ત્રીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવીને વાપસી કરી છે. ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રુક અને ક્રિસ વોક્સની શાનદાર બેટિંગના કારણે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 254 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

Etv BharatAUS vs ENG 3rd Ashes Test
Etv BharatAUS vs ENG 3rd Ashes Test

By

Published : Jul 10, 2023, 10:20 AM IST

હેડિંગ્લે:પ્રથમ 2 ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા પછી ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને સિરીઝમાં શાનદાર વાપસી કરી છે. હેડિંગ્લે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવા માટે ઈંગ્લેન્ડને 251 રનનો લક્ષ્યાંક પાર પાડવાનો હતો. ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રુક અને ક્રિસ વોક્સની શાનદાર બેટિંગના કારણે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 254 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ઈંગ્લેન્ડનો શરુઆતમાં ધબડકો થયો:મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગના કારણે ઈંગ્લેન્ડને શરૂઆતના આંચકા આપ્યા હતા. 100 રનના સ્કોર સુધી ઈંગ્લેન્ડે પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર્કે બેન ડકેટને 23 અને મોઈન અલી 6 રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને શરુઆતમાં સફળતા અપાવી હતી. ત્યારબાદ મિશેલ માર્શે ક્રાઉલીને 44 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જો રૂટ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 21 રનના સ્કોર પર આઉટ થયો હતો.

હેરી બ્રુકની શાનદાર બેટિંગ: ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને 13 અને જોની બેરસ્ટો 5 રને આઉટ કર્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડનો સ્કોર 171/6 વિકેટ હતો. હજુ ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે હજુ 80 રનની જરૂર હતી અને તેની પાસે માત્ર 4 વિકેટ બાકી હતી. એકબાજુ હેરી બ્રુક શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. બ્રુકે ક્રિસ વોક્સ સાથે 59 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી હતી. 75 રનના સ્કોર પર આઉટ થયો હતો.

ક્રિસ વોક્સનું ઓલ રાઉન્ડર પ્રદર્શન: બ્રુકના આઉટ થયા પછી ઇંગ્લેન્ડને જીતવા માટે 21 રનની જરૂર હતી. ક્રિસ વોક્સ 32 અને માર્ક વુડે 16 રન બનાવીને 254 રનનો લક્ષાંક હાંસલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. ક્રિસ વોક્સે 32 રન અણનમ અને 6 વિકેટ ઓલ રાઉન્ડર પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 5 મેચની આ સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડથી 2-1થી આગળ છે.

આ પણ વાંચો:

  1. West Indies vs India : ભારત સામે રમાનાર પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ઘોષણા, જાણો કોને મળ્યો મોકો
  2. Tamim Iqbal: વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી, તમીમ ઈકબાલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેચ્યો

ABOUT THE AUTHOR

...view details