- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે પોતાનો જીવ આપનાર વીરોને યાદ કર્યા
- વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ 14મી ઓગસ્ટે ઉજવવામાં આવશે
- દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાતી નથી
હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે દેશ માટે પોતાનો જીવ આપનાર વીરોને યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નફરત અને હિંસાના કારણે અમારી લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું અને જીવ પણ ગુમાવવો પડ્યો.
આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં યોજાનારી રોકાણકાર પરિષદને કરશે સંબોધિત
નફરત અને હિંસાના કારણે અમારી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઉજવવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે જીવ ગુમાવનારા વીરોને યાદ કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાતી નથી. નફરત અને હિંસાના કારણે અમારી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા."
આ પણ વાંચો- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધશે
વડાપ્રધાન મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કર્યું ટ્વીટ
વડાપ્રધાન મોદીએ આગળના ટ્વિટમાં લખ્યું કે, આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા આપશે. એટલું જ નહીં, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય લાગણીઓને પણ મજબૂત બનાવશે.