ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવલી નવરાત્રી માટે તૈયાર થઈ રહ્યા છે જુદી જુદી પેટર્ન અને સાઇઝના આકર્ષક ગરબાઓ - Price of Garba in Navratri

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કુંભાર ગરબા બનાવવાની સાથે સાથે દીવડાઓ પણ બનાવવામાં વ્યસ્ત થયા છે.નવરાત્રી આવતાની સાથે કુંભારની સાથે પરિવારના તમામ સભ્યો ગરબા બનાવવામાં જાેડાઈ જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વેરાયટીઓમાં ગરબા બનાવવામાં આવ્યા છે,જેમાં ખાસ કરીને નાના-નાના ગરબા, કલરવાળા ગરબાની સાથે સાથે વિવિધ ડિઝાઈનોના ગરબા બનાવવામાં આવ્યા છે. Attractive garbas for Navratri, Importance of Garba in Navratri,garbas of different patterns and sizes

નવલી નવરાત્રી માટે તૈયાર થઈ રહ્યા છે જુદી જુદી પેટર્ન અને સાઇઝના આકર્ષક ગરબાઓ
નવલી નવરાત્રી માટે તૈયાર થઈ રહ્યા છે જુદી જુદી પેટર્ન અને સાઇઝના આકર્ષક ગરબાઓ

By

Published : Sep 13, 2022, 5:36 PM IST

Updated : Sep 14, 2022, 11:28 AM IST

કચ્છ: કહેવાય છે કે, ગરબો એટલે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે, નવરાત્રીમાં 9 દિવસ માતા આધ્યશક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિ અનુભવાય છે, ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે. વર્ષોથી આ માટીના ગરબા ચાકડા પર બનાવવામાં આવે છે, કુંભાર ચાકડો ચલાવી માટીને આકાર આપી ગરબા (Attractive garbas for Navratri) બનાવે છે, તેમજ દર વર્ષે ગરબાની પેટર્નમાં કંઇક અનોખું કરવામાં આવે છે, જેની માંગ પણ વધારે રહેતી હોય છે.

નવલી નવરાત્રી માટે તૈયાર થઈ રહ્યા છે જુદી જુદી પેટર્ન અને સાઇઝના આકર્ષક ગરબાઓ

ગરબાનું મહત્વ છે કંઈક અનોખુ:ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ (Importance of Garba in Navratri) જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે બે માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

ક્યા ગરબાની છે ડિમાન્ડ માટીકામના કલાકારો તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો (garbas of different patterns and sizes) આપવામાં મગ્ન બન્યા છે. ઉલ્લેખનીય છે કે,શહેરના કુંભારવાડામાં શ્રમિકો દ્વારા તૈયાર કરાતા આ ગરબાની સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. મોટા ભાગના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા આગામી સપ્તાહમાં મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરશે. વરસાદ વિરામ લે તો માટીના અન્ય ગરબા તડકામાં પાકવા મુકાય તેની શ્રમિકો પ્રતિક્ષા કરી રહ્યા છે.

મુસ્લીમ ભાઈઓ દ્વારા બનાવાય છે માતાજીના ગરબા: મહત્વની બાબત એ છે કે, કચ્છમાં ગરબા બનાવતા તમામ કુંભારો મુસ્લીમ સમાજના છે અને તેઓ દર વર્ષે ભારે ઉત્સાહ અને મહેનતથી હિન્દુ ભાઈ બહેનો માટે ગરબા અને દીવડાઓ બનાવે છે જે કચ્છની કોમી એકતાનું (Mataji's garba is made by Muslim brothers) ઉદાહરણ પૂરું પાડે છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણકેન્દ્રોમાં ડિઝાઈનર ગરબાની પણ સારી એવી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબામાં એક એકથી ચડીયાતા રંગથી સુશોભિત કરી તેના પર અવનવા શોપીસ, કોડી,નાની મોટી ટીકીઓ, લટકણીયા અને ઘુઘરીઓ ટીંગાડવામાં આવે છે.

આ વર્ષે શું હશે ગરબાની કિંમત: ગરબા ચાલુ વર્ષે કટિંગવાળા નવા ગરબા કુંભાર દ્વારા બનાવાયા છે, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. માટીના અભાવે ગરબાના ભાવ આ વર્ષે 40 રૂપિયાથી 250 રૂપિયા સુધીમાં બજારમાં મળશે. હાલમાં સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ સારો પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે,ત્યારે ગરબા બનાવવા માટે માટી મળવી ખૂબ મુશ્કેલ બની છે, તથા ખનીજ વિભાગ દ્વારા માટી પણ ઉપાડવા દેવામાં આવતી નથી તે માટે કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને નવરાત્રી (Navratri 2022) દરમિયાન માટી ઉપાડવા દેવામાં આવે તેવું ભુજના કુંભાર અબ્દ્રેમાન અલીમામદએ જણાવ્યું હતું.

Last Updated : Sep 14, 2022, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details