ઝારખંડમાંઆવેલ ગઢવા જિલ્લામાં ક્રૂરતાની તમામ હદો વટાવતો કિસ્સો સામે આવ્યો છે. ગઢવાના મેરાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ધટના બની હતી. જેમાં ગુનેગારોએ બસરુદ્દીન નામના વ્યક્તિના પગમાં ખીલી (Garhwa crminals hit nail in foot)મારી હતી. બસરુદ્દીનને સારવાર માટે ગઢવા સદર હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે તેને બાળકોના ઝગડાના કેસ માટે નિશાન બનાવવામાં આવ્યો હતો. ગુનેગાર તત્વો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
એફઆઈઆર નોંધીઆ મામલામાં મેરાલ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી છે. મેરાલ પોલીસસ્ટેશન આરોપીઓને પકડવા પ્રયાસો કરી રહી છે. ઘટના મુજબ, ગઢવાના મેરાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડક્વાર્ટર નજીક ઇદગાહ ટોલામાં બાળકો વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. આ કેસમાં ગુનાહિત પ્રકારના મોટા મોટા લોકો પણ કૂદી પડ્યા હતા.