- યૂપીના કાસગંજમાં દારૂ માફિયાઓએ પોલીસ પર કર્યો હુમલો
- ઘટનામાં એક કોન્સ્ટેબલનું મોત, અન્ય ઘાયલ
- આરોપી ઇલકાર જૂનો હિસ્ટ્રીશૂટર
કાસગંજ : જિલ્લાના સિઢપુર પોલીસના ગામ નગલા ધીમરમાં વોરંટીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલને બંધક બનાવી લીધો હતો.પોલીસ અધિકારી અશોક કુમાર અને કોન્સ્ટેબલ દેવેન્દ્રને બંધક બનાવામાં આવ્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે અન્ય અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે.
બન્ને અધિકારીઓને ઢોર માર મારવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સિઢપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ધીમર અને નાગલા ભીકારી ગામમાં પોલીસ અધિકારીઓ દ્વારા દારૂ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી માટે પોલીસ અધિકારી સાથે કોન્સ્ટેબલ પણ ગયો હતો. જ્યા આરોપીઓએ બન્નેને બંધક બનાવી તમને માર માર્યો હતો. તેમના યુનિફોર્મ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને લાકડીઓ અને અન્ય હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. લોહીલુહાણ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. જો કે, કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત થયું હતું અને અધિકારીની હાલત ગંભીર છે.