- રાહુલ ગાંધીને નિશાન બનાવી વિરોધ કર્યો, પ્રદર્શનકારીઓએ પ્લેકાર્ડ્સ હાથમાં લીધા
- પાર્ટીના મહાસચિવ અજય માકને કપિલ સિબ્બલ પર પ્રહારો કર્યો
- અમારી પાર્ટીમાં કોઈ પ્રમુખ નથીઃ સિબ્બલ
નવી દિલ્હી: કપિલ સિબ્બલ ધરમાં ગુંડાઓ ઘુસી આવ્યા અને હુમલાની કોશીશ થઈ હતી. ત્યારે કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ગુરુવારે પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા કપિલ સિબ્બલના નિવાસસ્થાને હુમલા અને વિરોધની નિંદા કરી હતી. શર્માએ સોનિયા ગાંધીને ગુંડાઓ સામે પગલાં લેવા વિનંતી કરી. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં શર્માએ કહ્યું, "કપિલ સિબ્બલના ઘરે હુમલા અને ગુંડાગીરીના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો અને દુઃખ થયું. આ નિંદનીય કાર્યવાહી પક્ષ માટે બદનામી લાવે છે અને તેની સખત નિંદા કરવાની જરૂર છે."
કોંગ્રેસના સેંકડો કાર્યકરો કપિલ સિબ્બલના નિવાસસ્થાન પર પહોંચ્યા
બુધવારે સાંજે, કોંગ્રેસના સેંકડો કાર્યકરો કપિલ સિબ્બલના જોરબાગ નિવાસસ્થાન પર પહોંચ્યા અને એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા બાદ તેમની સામે વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓએ 'જલ્દી ઠીક થાઓ' પ્લેકાર્ડ્સ હાથમાં લીધા હતા. પાર્ટીના મહાસચિવ અજય માકને કપિલ સિબ્બલ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સોનિયા ગાંધીએ સિબ્બલને કેન્દ્રીય મંત્રી બનાવવાની ખાતરી આપી હતી. બુધવારે સિબ્બલની પ્રેસ કોન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતા માકને કહ્યું હતું કે, "કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીમાં દરેકની વાત સાંભળી રહ્યું છે, અને તે કહેવા માગે છે કે તેઓએ જે સંગઠનને આટલું પાછું આપ્યું છે તેને ખરાબ ન કરવું જોઈએ.