હૈદરાબાદ:રામોજી ગ્રુપ ઓફ કંપનીના (Ramoji Film City MD Ram Mohan Rao passes away) ભૂતપૂર્વ MD અટલુરી રામમોહન રાવના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવ્યા હતા. રામોજી ગ્રુપ ઓફ કંપનીના મોટી સંખ્યામાં કર્મચારીઓ, સંબંધીઓ અને શુભેચ્છકોએ જ્યુબિલી હિલ્સના મહાપ્રસ્થાનમમાં આયોજિત અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો.
અટલુરી રામમોહન રાવના અશ્રુભીની વિદાય વચ્ચે અંતિમ સંસ્કાર કર્યા - Atluri Rammohan Rao passes away
રામોજી ગ્રુપ ઓફ કંપની સાથે લાંબા સમયથી જોડાયેલા અટલુરી રામમોહન રાવનું (Atluri Rammohan Rao passes away) શનિવારે નિધન થયું હતું. ભારત બાયોટેકના CMD ડૉ ક્રિષ્ના એલા, JMD ડૉ. સુચિત્રા એલા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુજાના ચૌધરી, ધારાસભ્ય મંચીરેડ્ડી કિશન રેડ્ડી, નિર્માતા ચડાલવડા શ્રીનિવાસ રાવ, પ્રસન્ના કુમાર અને અન્યોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ (Tributes were paid to Rammohan Rao at his residence) આપી હતી.
અંતિમયાત્રામાં સંબંધીઓ અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો:ઘણા મહાનુભાવોએ રામમોહન રાવને (Atluri Rammohan Rao passes away) તેમના જ્યુબિલી હિલ્સ નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત બાયોટેકના CMD ડૉ ક્રિષ્ના એલા, JMD ડૉ. સુચિત્રા એલા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુજાના ચૌધરી, ધારાસભ્ય મંચીરેડ્ડી કિશન રેડ્ડી, નિર્માતા ચડાલવડા શ્રીનિવાસ રાવ, પ્રસન્ના કુમાર અને અન્યોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં, તેમના નિવાસસ્થાનથી મહાપ્રસ્થાનમ સુધી નીકળેલી અંતિમયાત્રામાં સંબંધીઓ અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો.
રામોજી રાવના બાળપણના મિત્ર હતા:અટલુરી રામમોહન રાવ 87 વર્ષની વયે, શનિવારે હૈદરાબાદની AIG હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી રામોજી ગ્રુપ ઓફ કંપની સાથે જોડાયેલા હતા. તેમનો જન્મ 1935માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમણે 1975માં ઈનાડુ સાથે તેમની કારકિર્દીની (started career in 1975 with Eenadu) શરૂઆત કરી હતી. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવ, રામમોહન રાવના બાળપણના મિત્ર છે.