ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Atique Ahmed: FIRમાં નવો ખુલાસો, અતીકના પાકિસ્તાન સુધી કનેકશન - atique ahmed news

માફિયા અતીક અહેમદ અને અશરફના મોત બાદ થયેલી FIRમાં એક નવો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે અતીક પાકિસ્તાનથી આરડીએક્સ મેળવતો હતો. અતીક જે વ્યક્તિ દ્વારા પંજાબમાંથી વિદેશી હથિયાર મેળવતો હતો, તે જ વ્યક્તિ કાશ્મીરના અલગતાવાદી સંગઠનને હથિયાર આપતો હતો.

Atique Ahmed: એફઆઈઆરમાં નવો ખુલાસો, અતીકના પાકિસ્તાન સુધી કનેકશન
Atique Ahmed: એફઆઈઆરમાં નવો ખુલાસો, અતીકના પાકિસ્તાન સુધી કનેકશન

By

Published : Apr 17, 2023, 1:06 PM IST

પ્રયાગરાજઃ તારીખ 15 એપ્રિલ શનિવારની રાત્રે માફિયા અતીક અહેમદ અને અશરફના મોતથી ખાલી ઉત્તરપ્રદેશ નહીં, પરંતુ સમગ્ર ભારતની જાણે ધરા ધ્રુજી હોય તેવું લાગ્યું હતું. વિકેન્ડના સમયમાં લોકો રાત્રે આરામ ફરમાવી રહ્યા હતા. તે સમયે અચાનક સનસની સમાચારથી ગોળીઓના નાદથી લોકોના હૃદયબેસી જાય તેવા સમાચાર સામે આવ્યા હતા. આ કેસમાં રાજકારણ તો ગરમાઈ ગયું છે.

પાકિસ્તાન ક્નેક્શનઃ અત્યારે સમાજમાં હિન્દુ મુસ્લિમમાં વિવાદ અને જાત-નાતના ભેદભાવ વધી ગયા છે. લોકોને એક બિજાની નાત સાથે ભેદભાવ અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે માફિયા અતીક અહેમદ અને અશરફના મોત બાદ થયેલી FIRમાં એક નવો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે અતીક પાકિસ્તાનથી આરડીએક્સ મેળવતો હતો. પ્રયાગરાજમાં બે વખત કોર્ટમાં રજૂ થયા બાદ જ્યારે એમનું મેડિકલ ચેકઅપ થવાનું હતું એ સમયે એની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.

FIRમાં એક નવો ખુલાસો:માફિયા અતીક અહેમદ અને અશરફના મોત બાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં એક નવો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે માફિયા અતીક અહેમદે પાકિસ્તાનથી એકે 47, પિસ્તોલ.45, સ્ટેનગન અને આરડીએક્સ મંગાવ્યા હતા. તેણે તેના માટે ચૂકવણી પણ કરી હતી. અતીક જે વ્યક્તિ દ્વારા પંજાબમાંથી વિદેશી હથિયાર મેળવતો હતો, તે જ વ્યક્તિ કાશ્મીરના અલગતાવાદી સંગઠનને હથિયાર આપતો હતો. અતીકે કહ્યું હતું કે આ સંસ્થા કંઈક મોટું કરવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામ ખુલાસા અતીકે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં કર્યા હતા.

આ પણ વાંચો Atiq Ahmed Murder Case: શું અતીક અહેમદ અને અશરફની હત્યાથી સરકારને ફાયદો થશે, કે પછી થશે નુકસાન

વિદેશી હથિયારો અને કારતુસ: પ્રયાગરાજની છેલ્લી મુલાકાત દરમિયાન અતીક અહેમદે કહ્યું હતું કે તે ડ્રોનની મદદથી પાકિસ્તાનથી વિદેશી હથિયારો અને કારતુસ મેળવતો હતો. આ હથિયારો ડ્રોન દ્વારા પંજાબમાં છોડવામાં આવતા હતા ત્યાંથી યુપીમાં આવતા હતા. અતીક અને અશરફ તે વ્યક્તિને ઓળખે છે. જેણે તેમને આ હથિયારો મેળવ્યા હતા. આ લોકો જ્યારે ત્યાં જાય છે ત્યારે તે વ્યક્તિને પકડી શકે છે. આટલું જ નહીં, બંનેની પાસેથી હથિયાર અને કારતૂસ પણ મળી શકે છે. પ્રયાગરાજ ઉપરાંત, અતીક અને અશરફ પાકિસ્તાનથી આવતા હથિયારો અને કારતૂસને યુપીના ઘણા જિલ્લામાં બનાવેલા તેમના ઠેકાણાઓ પર રાખે છે.

આ પણ વાંચો Atiq Ashraf: અતીક અહેમદને 10 ગોળી વાગી, અશરફને વાગી પાંચ ગોળી - પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

રિમાન્ડની માંગણી:અતીક ગેંગના લોકો પાકિસ્તાનથી લાવેલા હથિયારોને ડ્રોન દ્વારા પંજાબમાં મોકલતા હતા. અહીંથી પછી તેઓને અતીક પાસે લઈ જવામાં આવ્યા હતા. આ કારણોસર પોલીસે કોર્ટમાં કસ્ટોડીયલ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે અતીક અહેમદ અને અશરફના ચાર દિવસના કસ્ટડી રિમાન્ડ પણ પોલીસને આપ્યા હતા. પરંતુ, શનિવારે રાત્રે માફિયા અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details