ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Atiq Ahmed: અતીક અહેમદને લઈ જતો કાફલો રાજસ્થાનમાં રોકાયો, વાનમાં ટેકનિકલ સમસ્યા આવતાં કરાઈ તપાસ - ઉમેશ પાલના હત્યા કેસ

ગેંગસ્ટર અતીક અહેમદને ઉમેશ પાલના હત્યા કેસમાં ફરી લઈને ઉત્તરપ્રદેશ પોલીસ રવાના થઈ છે. અતીક અહેમદને લઈ જતી ગાડી શામળાજી ખાતે બગડી હતી. ગુજરાતની ડુંગરપુર-રતનપુર સરહદમાં પ્રવેશ્યા બાદ પોલીસ કાફલો બિછીવાડા પોલીસ સ્ટેશનમાં રોકાયો હતો. જ્યાં વાનની મિકેનિકલ તપાસ કરવામાં આવી હતી.

અતીક અહેમદને લઈ જતી ગાડી બગડી
અતીક અહેમદને લઈ જતી ગાડી બગડી

By

Published : Apr 11, 2023, 6:07 PM IST

Updated : Apr 11, 2023, 7:40 PM IST

અતીક અહેમદને લઈ જતી ગાડી બગડી

ડુંગરપુર(રાજસ્થાન): ઉમેશ પાલ મર્ડર કેસમાં માફિયા અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઈ રવાના થઈ ચૂક્યો છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કાફલો રોકાયો હતો.

વાનની મિકેનિકલ તપાસ: ગેંગસ્ટર અતીક અહેમદને લઈને જતો ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો આગળની તરફ જઈ રહ્યો છે. જ્યાં અતીક અહેમદને લઈ જતી ગાડી શામળાજી ખાતે બગડી હતી. પોલીસ કાફલો અત્યારે શામળાજી બાર્ડરથી આગળ વધી ગયો છે અને રાજસ્થાનમાં પહોંચી ગયો છે. અહીં રાજસ્થાન-ગુજરાતની ડુંગરપુર-રતનપુર સરહદમાં પ્રવેશ્યા બાદ પોલીસ કાફલો બિછીવાડા પોલીસ સ્ટેશનમાં થંભી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં વાનની મિકેનિકલ તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વેનમાં કોઈ ટેકનિકલ સમસ્યા છે.

પોલીસ એલર્ટ: સાબરમતી જેલમાંથી અતીક અહેમદ સાથે પ્રયાગરાજ જવા નીકળેલો યુપી પોલીસનો કાફલો મંગળવારે સાંજે રાજસ્થાન સરહદે પહોંચ્યો હતો. ગુજરાતમાંથી ડુંગરપુરમાં પ્રવેશતાની સાથે જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. રતનપુર બોર્ડરથી આગળ વધ્યા બાદ અતીક અહેમદને લઈ જતો પોલીસ કાફલો બિછીવાડા પોલીસ સ્ટેશનમાં રોકાયો હતો.

આ પણ વાંચો:Atiq Ahmed: ખૌફમાં માફિયા, બહાર આવતાં જ કહ્યું - આ લોકો મને મારી નાખવા માંગે છે

અતીક અહેમદ પર સતત નજર:બિછીવાડા પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ દેવલે જણાવ્યું કે અતીક અહેમદને લઈ જતી પોલીસ વાનને ચેકિંગ માટે રોકવામાં આવી છે. મિકેનિકને ઉદયપુર જિલ્લાના ખેરવાડાથી બોલાવવામાં આવ્યો છે. છેલ્લા એક કલાકથી કાફલો બિછીવાડા પોલીસ સ્ટેશનમાં થંભી ગયો છે. ગુનેગાર અતીક અહેમદને હાલમાં પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યો છે. યુપી પોલીસના સશસ્ત્ર કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહાર તૈનાત છે. ભારે પોલીસ સુરક્ષાની સાથે અતીક અહેમદ પર સતત નજર રખાઈ રહી છે.

રાજસ્થાન પહોંચ્યો કાફલો:ગેંગસ્ટર અતીક અહેમદને ઉમેશ પાલના હત્યા કેસમાં ફરી લઈને ઉત્તરપ્રદેશ (UP)થી પોલીસ રવાના થઈ છે. શામળાજી ખાતે પહેલી ગાડી બગડતાં તેને બીજી ગાડીમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ અતીકને લઈને જતો ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો અત્યારે રાજસ્થાનમાં પહોંચી ગયો છે. અતીકનો કાફલો રાજસ્થાનના ડુંગરપુર ખાતે રોકાયો હતો. પોલીસે થોડીવાર માટે અતીકને વાનમાંથી બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો:Atiq Ahmad taken to Prayagraj: યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને પ્રયાગરાજ માટે રવાના

Last Updated : Apr 11, 2023, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details