આસામ:આસામના મુખ્યપ્રધાન ડો. હિમંતા બિસ્વા શર્માએ જાહેર કરેલા બાળ લગ્ન સામેના અભિયાનને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્યભરમાંથી ગુરુવારે મધરાત સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ બાળ લગ્ન કરેલ છે. ગુરુવારની મધરાત સુધી બટાદ્રાવા, મોરીગાંવ, ધિંગ, લહરીઘાટ, માજુલી, ચારિદુર અને અન્ય સ્થળોએથી લગભગ 50 પતિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ટ્વિટર પર કરી સૂચિ શેર: ગુરુવારે સીએમ હિમંતા બિસ્વાએ ટ્વિટર પર એક સૂચિ શેર કરી જે આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે "આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જોખમને સમાપ્ત કરવાના તેના સંકલ્પમાં મક્કમ છે. અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને વધુ આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી થવાની શક્યતા છે. કેસો પર કાર્યવાહી 3 ફેબ્રુઆરી (શુક્રવાર)થી શરૂ થશે. હું બધાને સહકાર આપવા વિનંતી કરું છું."
મોટી કાર્યવાહી:મીડિયા સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં 3 ફેબ્રુઆરીથી હજારો બાળ લગ્ન કરનારની ધરપકડ કરવામાં આવશે. જેમણે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કર્યા છે અને તેમને જન્મ આપ્યો છે તેમની POCSO એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ, પોલીસે 3 ફેબ્રુઆરીને બદલે ગુરુવારની સાંજથી ધમધમાટ શરૂ કર્યો હતો. ગુરુવારની મધરાત સુધી બટાદ્રાવા, મોરીગાંવ, ધિંગ, લહરીઘાટ, માજુલી, ચારિદુર અને અન્ય સ્થળોએથી લગભગ 50 પતિઓની ધરપકડ કરવામાં આવી હતી.