મેષ :આપના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રોનો સંગાથ આનંદ આપશે. શરીર અને મનનું આરોગ્ય સારું રહેશે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવામાં થોડી પ્રતિકૂળતા આવી શકે છે માટે સાચવજો. વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્તી સાચવવી, આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. રહસ્યમય બાબતો અને ગૂઢવિદ્યા પ્રત્યે આકર્ષણ અનુભવશો. ઊંડુ ચિંતન- મનન આપના મનને શાંતિ આપશે.
વૃષભ:આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. આર્થિક લાભ મળે. હરિફો મ્હાત થાય. બપોર પછી આપ મનોરંજનની દુનિયામાં સફર કરતા હશો. વિજાતીય પાત્રોનો સંગાથ મળે. મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને હર્ષિત કરશે. નવા વસ્ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. જાહેર માન- સન્માન મળે.
મિથુન:આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ધિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનોની બાબતોમાં આજે ઘણો સમય ખર્ચાઈ જવાની શક્યતા છે. પરંતુ મધ્યાહન પછી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપ માનસિક રીતે થોડી હળવાશ અનુભવશો. શારીરિક સ્વાસ્થ્ય સુધરે. નોકરીમાં સહકાર્યકરોનો પૂરતા સાથ સહકાર મળશે. આર્થિક લાભ થાય. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય.
કર્ક:આપને શારીરિક અને માનસિક બેચેની રહેવાની શક્યતા હોવાથી આજે વાણી પર સંયમ રાખવો અને શક્ય હોય ત્યાં સુધી શરૂઆતથી જ તમારું મન પ્રફુલ્લિત રહે તેવા કાર્યોમાં ભાગ લેવો. શક્ય હોય તો મુસાફરી ટાળવી. જમીન વાહન મિલકત અંગની કાર્યવાહી આજે સ્થગિત રાખવી હિતાવહ છે. માતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વધુ ધ્યાન આપવું પડશે. શારીરિક સ્ફૂર્તિ વધશે. વિચારોથી વિચલિત ન થવાની સલાહ આપવામાં આવે છે. બપોર બાદ શરીરના તાજગી સ્ફૂર્તિ અનુભવશો. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નવા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે.
સિંહ:આજે આપને ધાર્મિક યાત્રા થવાનો સંકેત મળે છે. નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. દરિયાપારના દેશોથી સમાચાર પ્રાપ્ત થાય. રોકાણકારો માટે આ સમય લાભદાયક પુરવાર થાય. મધ્યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. મનમાં વધુ પડતા વિચારો કરવાના બદલે શાંતિ અને સ્થિરતા આવે તેવો પ્રયાસ કરવો. જળાશયોથી ચેતતા રહેવું. મિલકતના દસ્તાવેજ કરવા માટે આજે દિવસ અનુકૂળ નથી. માતાની તબિયતની વધુ સંભાળ લેવાની સલાહ છે.
કન્યા:મનની દ્વિધાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ નહીં રહે તો મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવાની સલાહ છે. શરીર અને મનની સ્વસ્થતા ન જળવાય પરંતુ બપોર બાદ આપનો સમય સુધરતો જણાય. ભાઇભાંડુઓ સાથે બેસી મહત્વની ચર્ચા થશે. બહારગામ જવાનું આયોજન થાય. વિશેષ કરીને ધાર્મિક પ્રવાસ થાય. રોકાણકારો માટે આજે સારો દિવસ છે. ભાગ્યવૃદ્ધિ થાય.