- મેષ
આજે આપને તાજગી અને સ્ફૂર્તિ જાળવવા માટે કામના પ્રમાણમાં આરામ અને પૌષ્ટિક ભોજન પર ધ્યાન આપવું. જો સ્વભાવમાં ક્રોધનું પ્રમાણ હોય તો તેના પર અંકુશ રાખવો અને સહકાર તેમજ આદરની ભાવના રાખવી જેથી તમારા કારણે કોઈને મનદુઃખ ના થાય. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો સાથે વધુ પડતા દલીલબાજીમાં પડવાના બદલે તમે મૌન રહેશો તો વધુ ફાયદામાં રહો. કોઇ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્થળે જવાનું થાય.
- વૃષભ
વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્ય બગડી શકે છે માટે કામ અને આરામ બંનેને સંતુલિત રાખવા. સમયસર ભોજન લેવું અને પુરતી ઊંઘ લેવી જેથી કામમાં એકાગ્રતા વધારી શકો. પ્રવાસમાં વિધ્નોની શક્યતા હોવાથી જે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ કરવા માટે પરિશ્રમ વધારવો પડશે. યોગ, ધ્યાન અને આધ્યાતિમક વાંચન રાહત આપશે.
- મિથુન
સ્ફૂર્તિ અને ઉત્સાહથી આપના આજના દિવસનો પ્રારંભ થશે. મિત્રો તેમ જ પરિવારજનો સાથે બહાર ફરવાનું તથા પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માણી શકશો. આજે આપને સારા વસ્ત્રો, સારું ભોજન અને વાહન સુખ મળી શકશે. લગ્નજીવનમાં સંબંધો વધુ ગાઢ બનશે. આપ વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષાશો.
- કર્ક
આજે આપને સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિવાળું હશે. નોકરીમાં ફાયદો થઇ શકે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે.આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. આપને સાથે કામ કરતા તેમ જ આપના હાથ નીચે કામ કરતા લોકોની સહાય મળી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
- સિંહ
વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્વસ્થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્યકાર્ય થાય. આધ્યાત્િમક વલણ વધે.
- કન્યા
આજના દિવસમાં કોઇપણ કાર્યમાં વધુ સાવચેતી રાખવાની અને દરેક પાસાનો વિચાર કર્યા પછી જ આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહે અને સાથે સાથે મનમાં ચિંતા અનુભવાય તેથી શક્ય હોય તો કામમાંથી વિરામ લઈને પરિવારના સભ્યો સાથે તેમજ પ્રિયપાત્ર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરવો. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા પાછળ આંધળી દોટ મુકવાનું ટાળજો. આપે મિલકત, વાહનના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં બરાબર વિચારવાની જરૂર છે.
- તુલા