મેષ :સમગ્ર દિવસ દરમિયાન આપ વિચારોના વમળોમાં વધુ રહો અને થોડી શારીરિક સુસ્તિ પણ રહેવાથી કામકાજમાં મન ચોંટે નહીં. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળતી હોવાનું પણ મનમાં લાગી શકે છે જેથી દરેક બાબતને સકારાત્મક અભિગમથી જોવાની સલાહ છે. સંતાનો સંબંધિત પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું પડશે. કામની ભાગદોડમાં વધારો થઈ શકે છે જેથી પરિવાર તરફ ઈચ્છિત પ્રમાણમાં ધ્યાન નહીં આપી શકો. આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. પાચન તંત્રને લગતી ફરિયાદો હોય તેમને વિપરિત ભોજન ટાળવું. આપ અક્કડ વલણ છોડીને સૌમ્ય બનશો તો ફાયદામાં રહેશો.
વૃષભ:આપ આજે દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આપને કોઇ લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે. સંતાનોના અભ્યાસ કે અન્ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. કલાકારો તેમજ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ સમય છે. સરકાર તરફથી લાભ થાય.
મિથુન:નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના અને નોકરિયાતોને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટેના યોગ છે. ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. શરીર તેમજ મનનું સ્વાસ્થ્ય જળવાઇ રહેશે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવશો. દિવસ દરમ્યાન ઝડપથી બનતી ઘટનાઓમાં વ્યસ્ત રહેશો.
કર્ક:પરિવારના સભ્યો સાથે આજે આપને કોઇ ગેરસમજ ટાળવાની સલાહ છે અને જો કદાચ કોઈ બાબતે આ સ્થિતિ સર્જાય તો ઉગ્ર થવાના બદલે શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવો. જેથી કુટુંબના સભ્યોની લાગણીઓને વધુ આદર આપવો. મનમાં સકારાત્મક વિચારો અને આધ્યાત્મિકતા લાવવાથી તમને ઘણી માનસિક રાહત લાગશે અને તેનાથી કામકાજમાં ઘણી સારી અસર પડશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે શક્ય હોય ત્યાં સુધી અતિ ઉગ્ર બનવાનું ટાળવું. સમયસર ભોજન અને પૂરતી ઉંઘનો આગ્રહ રાખજો.
સિંહ :આપને આજે ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર લાવી શકશે. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. માન- પ્રતિષ્ઠામાં વધારો થશે. વાણી અને વર્તન સંયમિત રાખવા. આરોગ્ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાશે.
કન્યા:આપને આજના દિવસમાં કોઈની સાથે સંબંધોમાં તણાવ આવે તેવી પરિસ્થિતિથી દૂર રહેવાની સલાહ છે. આજે અતિ લાગણીશીલ બનવાના બદલે વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવજો. મિત્રો સાથેની વાતચીતમાં સૌમ્ય બનવું. વાણી પર સંયમ રાખશો તો સંબંધોનો અનોખો આનંદ માણી શકશો. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. મનમાં વ્યગ્રતા ઉભી થાય તેવા વિચારોથી દૂર રહેવું. નોકરિયાતોના હાથ નીચેના માણસો પાસેથી અપેક્ષા કરતા ઓછો સહકાર મળે.