મેષ :આજે આપ શરીર અને મનથી આંશિક અસ્વસ્થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનત કરવાથી દિવસના અંતે થોડા થાકી જશો. આથી આરોગ્યની કાળજી લેવાની ખાસ સલાહ છે. અપચો કે પેટને લગતાં દર્દ હોય તેમણે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. બીજા સાથે વાતચીત વખતે તમારા વિચારોમાં સકારાત્મકતા દેખાય તેનો પ્રયાસ કરવો. કોઇપણ બાબતમાં ઉતાવળા નિર્ણય ટાળવા. સંતાનોના પ્રશ્ને આપ વધુ વ્યસ્ત રહો તેવી શક્યતા છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. બને ત્યાં સુધી આજે મુસાફરી ન કરવી.
વૃષભ:આજે આપને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં આપ આપના રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્મવિશ્વાસથી મને મક્કમ મનથી કામ કરી શકશો. પિતાની સંપત્તિથી લાભ થાય. કલાકારો અને રમતવીરોને તેમની પ્રતિભા પુરવાર કરવા મોકળું મેદાન મળે. સરકાર સાથેના નાણાકીય વ્યવહારમાં સારો દેખાવ કરે. સંતાનોની બાબતમાં ખર્ચ થાય.
મિથુન:નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ છે. કારણ કે વ્યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપના પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આજે આપના વિરોધીઓ કે હરીફોની ચાલ નિષ્ફળ જશે. તંદુરસ્તી સારી રહેશે. આજે આપના વિચારો ઝડપથી બદલાશે તેથી ઘટનાઓમાં પણ ઝડપી ફેરફાર થશે અને આપ તેમાં વ્યસ્ત રહેશો.
કર્ક:આજે આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ છે. શારીરિક અને માનસિક રીતે આજે આપને તંદુરસ્તીની ખાસ કાળજી લેવાની સલાહ છે. કોઈની સાથે મનદુ:ખ અને અસંતોષની લાગણી હોય તો બાંધછોડની નીતિ અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવાની સલાહ છે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રાખવા માટે દરેકને પુરતો આદર અને સહકાર આપવો. કુટુંબના સભ્યો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે પરંતુ જો બહેતર પરિણામ લાવવું હોય તો ઈતરપ્રવૃત્તિઓ છોડીને વધુ મહેનત કરવી પડશે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
સિંહ:આજના દિવસે આપનામાં વધારે આત્મવિશ્વાસ રહે. આપ કોઇપણ કામનો ત્વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. સમાજમાં આપનો માનમોભો વધશે. વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થયું હશે તો અત્યારે દૂર કરવાની સલાહ છે. સ્વભાવમાં શાંતિ અને ધીરજ જાળવવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્તીનું ધ્યાન રાખવાની સલાહ છે. આકસ્મિક ધનખર્ચ થાય.
કન્યા:આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે. બિનજરૂરી અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મિત્રો સાથે આજના દિવસમાં મુલાકાતોની શક્યતા ઓછી જણાય છે. પરિવારના સભ્યો સાથે વાતચીત દરમિયાન આપના સ્વભાવમાં સૌમ્યતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્તીનું ધ્યાન રાખવું. આકસ્િમક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.