મેષ : આપ સામાજિક પ્રસંગોમાં હાજરી આપશો અને મિત્રો તથા સ્નેહીઓ સાથે આપ ઘણો આનંદ માણી શકશો. મિત્રો પાછળ ખર્ચ થશે અને તેમની પાસેથી લાભ પણ મેળવી શકશો. આપ કુદરતી સૌદર્યની નિકટતા માણવા ફરવા જવાનું આયોજન કરો તેવી પણ શક્યતા છે. સંતાનો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. લગ્નજીવનમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપના માટે આવકની નવી તકો ઊભી થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતા છે.
વૃષભ : જે લોકો નવા કામની શરૂઆત અને આયોજન કરવા ઇચ્છે છે તેમના માટે દિવસ ઘણો સારો છે. આજે આપ નોકરી-વ્યવસાયમાં ફાયદાકારક પરિણામો મેળવી શકશો. પદોન્નતિ થાય, વેપારમાં નવી તકો મેળવી શકશો. સરકાર દ્વારા પણ લાભ થઇ શકે છે. સમાજમાં આપની ગણના થશે અને નોંધ લેવાશે. આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે. દાંપત્યજીવન વધુ સુખમય રહેશે.
મિથુન : આજના દિવસે આપને કોઇક કારણસર મનમાં ચિંતાનું પ્રમાણ રહેશે. શરીરમાં થોડો થાક, આળસ અને અશક્તિ રહેવાથી કામ કરવામાં ઉત્સાહનું પ્રમાણ ઓછું રહેશે. પેટના દર્દો હોય તેવા જાતકોએ અગાઉથી સાવચેતી વધારવી પડશે. નાણાંનો અપવ્યય ના થાય તે માટે કોઈપણ ખર્ચ કે રોકાણમાં સાવચેતી વધારજો. વ્યવસાયમાં થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તૈયારી રાખવી. સહકર્મચારીઓનો સાથ સહકાર અપેક્ષા કરતા ઓછો મળે. વિરોધીઓ તેમજ હરીફો સાથે શક્ય હોય ત્યાં સુધી ચર્ચામાં ઊંડા ઉતરવું નહીં. સંતાનોનાં આરોગ્યની વધુ કાળજી લેવી પડશે તેમજ આજે કોઇપણ કાર્ય શરૂ કરો તો તેમાં સફળતા ઓછી અથવા વિલંબથઈ મળી શકે છે. રાજકીય પ્રશ્નો હાલમાં ઉકેલાય તેવી આશા ઓછી છે.
કર્ક : આપના આજના દિવસમાં સાનુકૂળ સંજોગો અગાઉની તુલનાએ ઘટી રહ્યા હોય તેવું લાગશે. આજે કોઇપણ કાર્યનો આરંભ કે માંદગી માટે નવા ઉપચારની શરૂઆત ન કરો તો આપ વધુ ફાયદામાં રહેશો. શક્ય હોય તો ઓપરેશન પણ અન્ય દિવસ પર રાખવું. મનમાંથી ક્રોધાવેશની લાગણીને દૂર રાખવાની સલાહ છે. અનૈતિક કામ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો, નહીં તો છેવટે તમને જ નુકસાન થશે. સરકારી કાર્યોમાં ઉકેલ આવવાની શક્યતા ઓછી છે અથવા વિલંબ થાય. ઘરમાં કુટુંબમાં ઝગડો ન થાય તે માટે ખાસ કાળજી લેવી. માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે પ્રભુસ્મરણ કરવું.
સિંહ : આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો રહેશે. દાંપત્યજીવનમાં પતિ- પત્ની વચ્ચે ખટરાગ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખવું. ધંધામાં ભાગીદારીના કામકાજમાં સાવચેતી રાખવી. ભાગીદાર સાથે વધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. તંદુરસ્તી સારી રહે પરંતુ જીવનસાથીના આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. જાહેરજીવન અને સામાજિક જીવનમાં આપને ધારણ કરતા ઓછી સફળતા મળે. વિજાતીય વ્યક્તિઓથી મિલન-મુલાકાત થાય પરંતુ થોડીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા : આજનો દિવસ આપના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપનું મન પણ પ્રસન્ન રહે. સુખ પમાડે તેવા બનાવો બને. આરોગ્ય સારું રહે. બીમાર માણસોની તંદુરસ્તીમાં સુધારો થતો જણાય. આર્થિક લાભ વધારે રહે. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહે. હરીફો પર વિજય મેળવી શકશો. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળે.